
UP: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કોઈ હોટલમાંથી નહીં પણ બોર કૂવાની ઓરડીમાં પિતાએ ચોર સમજી પુત્ર અને તેની સગીર ગર્લફ્રેન્ડને અંદર પુરી દીધા હતા. જે બાદ તરત પિતાએ પોલીસ બોલાવી લીધી હતી. જો કે પોલીસની હાજરીમાંથી દરવાજો ખોલતાં જ અંદરથી પુત્ર અને તેની ગર્લફ્રેન્ડ નીકળતા સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા હતા.
રૂમમાંથી અવાજો આવી રહ્યા હતા
આ ઘટના ખાખરેરુ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. અહેવાલો અનુસાર રાધેશ્યામ નામનો એક માણસ બપોરે તેના ખેતરમાં પહોંચ્યો હતો. તેણે તેના બોર કૂવાની ઓરડીમાં કંઈક ખખડતું હોવાનું સંભળાયું. તેણે શંકા થઈ કે અંદર ચોર છે. તેણે વિચાર્યા વગર બહારથી દરવાજાને બંધ કરી દીધો.
દરવાજો બંધ કરી પોલીસ બોલાવી લીધી
દરવાજો બંધ કર્યા બાદ અને “ચોર, ચોર!” બૂમો પાડવા લાગ્યો, નજીકના લોકોને ભેગા કર્યા. અવાજ સાંભળીને ગામલોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું, અને કોઈએ પોલીસને જાણ કરી દીધી. થોડી જ વારમાં પોલીસ આવી ગઈ. જ્યારે રાધેશ્યામે પોલીસની સામે ઓરડીનો દરવાજો ખોલ્યો, ત્યારે ચોરોને બદલે તેનો પોતાનો પુત્ર અને એક કિશોર વયની છોકરી બહાર આવ્યા.
છોકરીના પિતા પણ ઘટનાસ્થળે પહોંચ્યા
આ જોઈને રાધેશ્યામના પગ નીચેથી ધરતી સરકી ગઈ. જે દરમિયાન ખેતરનો ભાગીયો અને છોકરીના પિતા પણ ઘટના સ્થળે પહોંચી ગયા. પોતાની દીકરીને આ હાલતમાં જોઈને તેઓ ગુસ્સે ભરાયા. છોકરીના પિતાની ફરિયાદના આધારે બળાત્કારનો કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.
પોલીસે શું કહ્યું?
સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું હતું કે એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તેની પુત્રી પર એક યુવકે બળાત્કાર ગુજાર્યો છે. યુવતીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે રાધેશ્યામ અને તેના પુત્ર વિરુદ્ધ અપહરણ અને છેડતીનો કેસ પણ નોંધ્યો છે.
આ પણ વાંચો:
Ahmedabad: કારમાંથી બિયરની બોટલ, વર્દી અને નંબરપ્લેટ મળી, નશમાં ધૂત પોલીસે રિક્ષાચાલકને ટક્કર મારી!
મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવવા જતાં ચેસ ચેમ્પિયનનો દાવો ઉધો પડ્યો, જુઓ | MYMODISTORY
Surat: લોકો ના, ના કહેતા રહ્યા, મહિલાએ રાષ્ટ્રધ્વજને સળગાવી દીધો, વીડિયો વાયરલ થતાં….








