
Jhansi: ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક હચમચાવી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપ છે કે એક યુવકે પહેલા સોશિયલ મીડિયામાં CRPF જવાનની પત્ની સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ તેણે તેનો નગ્ન વીડિયો રેકોર્ડ કર્યો અને તેને બ્લેકમેલ કરીને 8 થી 10 લાખ રૂપિયા ખંખેરી લીધા. જાણવા મળ્યું છે કે આરોપી યુવક હજુ પણ મહિલાને ધમકી આપી રહ્યો છે. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સૌ પ્રથમ વિકાસે 25 હજાર રૂપિયા માંગ્યા હતા
આ મામલો ઝાંસીના પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં એક મહિલા તેના બાળકો સાથે રહે છે. મહિલાએ જણાવ્યું છે કે તેનો પતિ CRPF જવાન છે અને બહાર કામ કરે છે. મહિલાના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા સોશિયલ મીડિયા દ્વારા તેની મિત્રતા વિકાસ નામના વ્યક્તિ સાથે થઈ હતી. આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ. પછી બંનેએ વીડિયો કોલ કરવાનું શરૂ કર્યું. આરોપ છે કે વીડિયો કોલ દરમિયાન આરોપી વિકાસે તેનો નગ્ન વીડિયો રેકોર્ડ કર્યો અને પછી તેને બ્લેકમેલ કરીને 25 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
ઘરેણાં વેચ્યા, ઘર ગીરવે મૂક્યું
બદનામીના ડરથી મહિલાએ તેને પૈસા આપ્યા. આ પછી તે દરરોજ મહિલાને હેરાન કરવા લાગ્યો. તેનો પતિ ઘરની બહાર કામ કરતો હોવાથી મહિલાએ તેને કંઈ કહ્યું નહીં. આરોપીની કઠપૂતળી બનીને મહિલા તેને સહન કરતી રહી. વિકાસ અટક્યો નહીં તે વધુ પૈસા માંગતો રહ્યો. સમાજના ડરથી મહિલા તેને પૈસા આપતી રહી. આ માટે મહિલાએ તેના ઘરેણાં વેચી દીધા. પોતાનું ઘર પણ ગીરવે મૂક્યું. પણ તે ખંડણીખોર પ્રેમીથી છૂટકારો ન મેળવી શકી.
પોલીસને જાણ કરાઈ
મળતી જાણકારી અનુસાર અત્યાર સુધીમાં વિકાસ મહિલા પાસેથી લગભગ 8 થી 10 લાખ રૂપિયા લઈ ચૂક્યો છે. આ પછી પણ તે મહિલા પાસેથી પૈસા પડાવી રહ્યો છે. મહિલાના જણાવ્યા મુજબ આ બધાથી નારાજ થઈને તેણે ઘણી વખત આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું પરંતુ બાળકોના કારણે તે આવું કરી શકી નહીં. અંતે તેણે પોલીસમાં ફરિયાદ કરી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિકાસ વિરુદ્ધ કલમ 506 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:
સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ એક્શનમાં | Salman Khan
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?








