Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

Budget 2026: દેશમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર થયેલા બજેટમાં સરકાર હવે ડિજિટલ અને સર્જનાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રીલ બનાવતા શીખવશે આ માટે કોલેજમાં જ ‘એક કન્ટેન્ટ ક્રિએટર લેબ’ ઉભો કરવામાં આવશે જેમાં રીલ કેવી રીતે બનાવવી તેના એન્ગલ,વિડીયો એડિન્ટિંગ અને એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ જેવા પ્લેટફોર્મ પર કામ કરવાની રીત શીખવવામાં આવશે.

આ માટે દેશભરની આશરે 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં “કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ” સ્થાપિત કરવામાં આવશે જેમાં મુંબઈ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસને કામ સોંપવામાં આવ્યું છે.

બીજી તરફ આજે લાખો યુવાનો YouTube, Instagram અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ પહેલેથીજ બનાવી રહ્યા છે પણ હવે આ સરકારી યોજના આ યુવાનોને યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને તકનીકી સહાય પૂરી પાડશે. આનો અર્થ એ છે કે શોખને વ્યવસાયમાં ફેરવવાનું સરળ બનશે,સરકાર માને છે કે આગામી વર્ષોમાં, AVGC ક્ષેત્રમાં મોટી સંખ્યામાં કુશળ લોકોની જરૂર પડશે. એવો અંદાજ છે કે 2030 સુધીમાં આશરે 2 મિલિયન વ્યાવસાયિકોની માંગ હશે.

■ ગેમિંગ અને ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું

ગેમિંગ અને ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે ₹10,000 કરોડનું એક ખાસ ભંડોળ બનાવવામાં આવશે, જેનાથી નવા સ્ટાર્ટઅપ્સને લોન મળશે અને વ્યાવસાયિકોની મોટા પાયે ભરતી થશે. સરકારે ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં પણ મોટું રોકાણ કર્યું છે. સંશોધનને આગળ વધારવા માટે ચાર નવી ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવવામાં આવશે.

આ સિવાય પણ ઘણી જાહેરાત થઈ છે હવે આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD મયુર જાનીએ સિનિયર પત્રકાર અરુણ દીક્ષિત અને વિશ્લેષક હરિશંકર જોશીનું મન્વય જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેઓ દ્વારા ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 7 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો