
UP: ઉત્તર પ્રદેશના કૌશામ્બીથી સંબંધોને શરમજનક બનાવ સામે આવ્યો છે. જમીન અને પૈસાના લોભથી પ્રેરાઈને એક પુત્રએ તેની વૃદ્ધ માતાનું ગળું દબાવીને હત્યા કરી નાખતાં ખળભળાટ મચ્યો છે. કરતૂતને છૂપાવવા પુત્રએ આત્મહત્યા જેવું લાગે અને શંકા ન થાય તે માટે તેના મૃતદેહને લટકાવી દીધો હતો. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સત્ય બહાર આવી ગયું.
આ ઘટના મંઝનપુર કોતવાલી વિસ્તારમાં આવેલા ખેરવા ગામમાં બની હતી. પોલીસ માહિતી અનુસાર, મૃતક શીલા દેવી (ઉ.વ. 55) ચિત્રકૂટ જિલ્લાના રાજાપુર પોલીસ સ્ટેશનની રહેવાસી હતી. તે છેલ્લા ચાર દિવસથી તેના પિતરાઈ ભાઈ જય સિંહના ઘરે રહેતી હતી. જ્યારે જય સિંહ બહાર હતો, ત્યારે શીલા દેવીનો એકમાત્ર પુત્ર, કૃષ્ણ કિશોર ઉર્ફે બીરુ, તેના મિત્ર સાથે ત્યાં પહોંચ્યો. માતા ઘટનાસ્થળે એકલી હતી. આરોપીએ પહેલા તેની સાથે દલીલ કરી અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી.
રિપોર્ટમાં મોતનો ખૂલાસો
બાદમાં હત્યા છુપાવવા માટે તેણે લાશને લટકાવી દીધી અને ભાગી ગયો. જ્યારે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી, ત્યારે તેમણે લાશનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. રિપોર્ટમાં ખુલાસો થયો કે મહિલાનું મૃત્યુ ફાંસાથી નહીં પરંતુ ગળું દબાવવાથી થયું હતું. ત્યારબાદ, પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી.
પોલીસે શું કહ્યું?
કૌશામ્બીના એસપી રાજેશ કુમારે જણાવ્યું હતું કે આરોપી પુત્ર કૃષ્ણ કિશોરની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલ્યો અને ખુલાસો કર્યો કે તેની માતાના ખાતામાં 3 લાખ રૂપિયા હતા, જેની તે માંગણી કરતો હતો. જોકે, તેની માતાએ તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો અને તેના ભાઈને તેના બેંક ખાતામાં નોમિની બનાવ્યો હતો. વધુમાં શીલા દેવી પાસે આશરે 30 વીઘા જમીન હતી, જેના પર માતા અને પુત્ર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.
ગુસ્સા અને લોભથી પ્રેરાઈને પુત્રએ તેના મિત્ર સાથે મળીને ગુરુવારે તેની માતાની હત્યા કરી હતી. પોલીસે હાલમાં આરોપીને જેલમાં ધકેલી દીધો છે અને તેના સાથીદારની શોધ કરી રહી છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લહેર ફેલાવી દીધી છે, અને રહેવાસીઓ પુત્રની ક્રૂરતાની સખત નિંદા કરી રહ્યા છે.
આ પણ વાંચો:
Karwa Chauth 2025: આજે કરવા ચોથ પર આ સમયે ચંદ્ર દેખાશે, સાંજની પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.
Bhavnagar: ‘હાય રે મોદી હાય હાય’, મહુવામાં ખરાબ રોડ રસ્તાને લઇ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા
અરવલ્લીમાં આરોપ: ભાજપા નેતા ખુમાનસિંહની દાદાગીરી, માટી લેવા દેતા નથી, ખેડૂતો ક્યા જાય? | Aravalli








