
Lucknow firecracker factory explosion: ઉત્તર પ્રેદશના લખનૌમાં ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં લગભગ 6 લોકોના મોત થયાની આશંકા છે. જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાનો ભોગ બન્યા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું જાળવા મળી રહ્યું છે.
આ ફટાકડાની ફેક્ટરી એક ઘરમાં ચાલતી હતી. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ પાંચ ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અંધાધૂંધી છે. યોગી આદિત્યનાથે દુર્ઘટનાની નોંધ લીધી છે અને રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આલમ નામના વ્યક્તિના ઘરમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી.
#WATCH | Uttar Pradesh: An explosion occurred at a firecracker factory in Lucknow. Injuries and casualties feared. More details awaited.
CM Yogi Adityanath has expressed condolences to the bereaved families and also directed officers to reach the spot and speed up the relief… pic.twitter.com/4V9GrgXevq
— ANI (@ANI) August 31, 2025
ગંભીર ઈજાઓનો ભોગ બનેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટને કારણે નજીકની કેટલાક મકાનોને નુકસાન થયું છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
ફટાકડાનું ગેરકાયદેસર કામ થતું
#WATCH | लखनऊ, उत्तर प्रदेश: संयुक्त पुलिस आयुक्त (कानून-व्यवस्था) बबलू कुमार ने बताया, “हमें एक घर में विस्फोट की सूचना मिली है। राहत कार्य शुरू कर दिया गया है। मकान मालिक आलम की पत्नी की मृत्यु हो गई है। उनके बच्चे और पड़ोसी परिवारों के बच्चे घायल हुए हैं…” https://t.co/tXmDz2kyB0 pic.twitter.com/tYZiUJlLtK
— ANI_HindiNews (@AHindinews) August 31, 2025
જાણવા મળી રહ્યું છે કે લખનૌના ગુડામ્બા વિસ્તારમાં આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં જેના ઘરમાં ફેક્ટરી ચાલતી હતી આલમની પત્નીનું પણ મોત થયું હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં આલમના બાળકો અને આસપાસના કેટલાક બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ઓછા ઈજાગ્રસ્ત ત્રણને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, જ્યારે બેની હાલત થોડી ગંભીર હોવાનું કહેવાય છે.
ઘટના બાદ ઘટનાસ્થળે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા છે. હાલમાં બધાનું ધ્યાન બચાવ કામગીરી પર છે. બચાવ કાર્ય પૂર્ણ થયા પછી, આ વિસ્તારમાં આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે કેવી રીતે કાર્યરત હતી તેની તપાસ કરવામાં આવશે. લોકોનું કહેવું છે કે હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે. ફાયર બ્રિગેડ તેમને બચાવવા માટે ઝડપી બચાવ કામગીરી હાથ ધરી રહી છે.
દેશમાં ફટાકડાની ફેક્ટરીઓ તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી હોય છે. જ્યારે કોઈ મોટી ઘટના બને ત્યારે પગલાં ભરવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતના ડિસામાં પણ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. જેમાં ઘણા લોકો મોતને ભેટ્યા હતા. પંજાબમાંથી પણ આવી ઘટના સામે આવી હતી. આ તમામ જગ્યાએથી ફેક્ટરીઓ ગેરકાયદેસર ચાલતી હોવાનું બહાર આવ્યું હતુ. જો કે તેમ છતાં જવાબદાર સામે યોગ્ય પગલા ના લેવાના કારણે આ ધંધો ભરી શરુ થઈ જાય છે. જેમાં નિર્દોષ મજૂરો ભોગ બને છે.
આ પણ વાંચો:
DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા
Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…
China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?
Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’
US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો
Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?