
બેટી બચાવવાની વાતો કરતી ભાજપ સરકારના નેતાઓ જ દેશની બેટીઓ સાથે અશ્લીલતા કરી રહ્યા છે. ભાજપ નેતાઓ વારંવાર મહિલાઓ સાથે રેપ કરતા પકડાઈ છે. હવે તો નાની બાળકીઓને પણ છોડી રહ્યા નથી. હાલ ઉત્તર પ્રેદશમાં વધુ એક ભાજપ નેતા સગીરા સાથે અશ્લીલતા કરતાં પકડાઈ જતાં ભાજપની માનસિકતા છતી થઈ છે.
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં ભાજપ(BJP) ના એક વરિષ્ઠ નેતા અંગે એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ ભાજપે જિલ્લા ઉપપ્રમુખ ગૌરીશંકર અગ્રહરી (Gaurishankar Agrahari)ને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. વીડિયોમાં અગ્રહરી એક સગીર છોકરી સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા હાવાના દાવા થઈ રહ્યા છે.
<
कितना बेशर्म है ये बेटी की उम्र की लड़की के साथ घिनौनी हरकत कर रहा है और कोई महिला भी है जो वीडियो बना रही ये तो धाकड़ को भी पीछे कर दिया ,
भाजपा जिला उपाध्यक्ष सिद्धार्थ नगर 👇
अब जनता तय करे बेटी किससे बचानी हैं
सारे बलात्कारी एक जगह इकठ्ठा हों गये हैं pic.twitter.com/60CJDLqKir— Shivam Yadav Prateek लोहिया वाहिनी 🚲🚲🚲 (@ShivamYadavSYP) September 15, 2025
/p>
ભાજપ નેતાનો અશ્લીલ વીડિયો
મિડિયા રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ઝડપથી ફેલાઈ ગયો હતો. આ વીડિયો સામે આવતાની સાથે જ વિસ્તારમાં હોબાળો મચી ગયો અને રાજકીય ગલિયારાઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. ચર્ચા છે આ વીડિયો એક અઠવાડિયું જૂનો છે.
મિડિયા રિપોર્ટ અનુસાર વીડિયોની સંવેદનશીલતા અને છોકરી સગીર હોવાના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને ભાજપની છબી પર સીધો હુમલો માનવામાં આવી રહ્યો છે અને વિપક્ષી પક્ષોએ પણ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું શરૂ કર્યું છે.
પાર્ટીએ કડકાઈ દાખવી અને તાત્કાલિક હાંકી કાઢ્યા
यूपी के जिला सिद्धार्थनगर में BJP के जिला उपाध्यक्ष गौरीशंकर अग्रहरि का घिनौना Video सामने आया है। वो एक नाबालिग लड़की के साथ गलत काम करता दिख रहा है। BJP ने गौरीशंकर को पार्टी से निकाला। pic.twitter.com/iSZY37FzIo
— Sachin Gupta (@SachinGuptaUP) September 15, 2025
ભાજપે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને તાત્કાલિક કાર્યવાહી કરી છે. જિલ્લા પ્રમુખના અહેવાલ અને પ્રદેશ પ્રમુખ સાથેની ચર્ચા બાદ પ્રદેશ મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાએ ગૌરીશંકર અગ્રહરિને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો આદેશ જારી કર્યો છે. ભાજપ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીની ગરિમા અને આદર્શો વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં. આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે. જો કે ભાજપ પાર્ટીના નેતાઓ વારંવાર પકડાઈ તો પણ આવી કહીને જવાબદારીમાંતી છટકી જાય છે.
પોલીસે તપાસ
બીજી તરફ પોલીસ પણ આ કેસમાં તપાસ હાથ ધરી છે. સીઓ બંસી મયંક દ્વિવેદીએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયોની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દસ્તાવેજી તપાસની સાથે કિશોરની ઉંમરની પુષ્ટિ કરવા માટે પીડિતાનું નિવેદન પણ નોંધવામાં આવશે. જો કિશોર સગીર સાબિત થશે, તો અગ્રવાલ વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે.
ભાજપ પર પ્રશ્નો ઉભા થયા
આ ઘટના પછી સ્થાનિક ભાજપ અધિકારીઓએ આ મુદ્દે મૌન સેવ્યું છે. ન તો કોઈ નેતાએ જાહેરમાં આ ઘટનાની નિંદા કરી છે કે ન તો પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માટે કોઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. આનાથી જનતામાં અસંતોષનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે અને પક્ષની જવાબદારી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
રાજકીય નિષ્ણાતો માને છે કે આવા કિસ્સાઓ માત્ર પક્ષની વિશ્વસનીયતા પર જ નહીં પરંતુ સમાજમાં રાજકીય નેતૃત્વની નૈતિકતા પર પણ પ્રશ્નો ઉભા કરે છે. ભાજપ નેતૃત્વએ ભલે તાત્કાલિક પગલાં લીધા હોય, પરંતુ આ કેસ દર્શાવે છે કે રાજકીય પક્ષોએ તેમના અધિકારીઓની પૃષ્ઠભૂમિ અને વર્તનની અગાઉથી તપાસ કરવી જોઈએ.
હાલમાં આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. જનતા, મીડિયા અને રાજકીય વિશ્લેષકોની નજર હવે પોલીસ તપાસ અહેવાલ અને કાનૂની કાર્યવાહી પર ટકેલી છે.
મને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે: અગ્રહરી
ગૌરીશંકર અગ્રહરી બંસી નગર પાલિકા વિસ્તારના રહેવાસી છે. તેમણે કહ્યું કે આ વીડિયોને એડિટિંગ કરીને ફેલાવવામાં આવી રહ્યો છે. આખું શરીર કોઈ બીજાનું છે પણ મારો ચહેરો સેટ કરવામાં આવ્યો છે. અમે તે વ્યક્તિને જાણીએ છીએ જેણે આ કૃત્ય કર્યું છે. તે રાજકીય કારણોસર આ કરી રહ્યો છે. મને ખબર નહોતી કે તે આટલો નીચો જશે. તે વીડિયો મારો નથી. વીડિયો દ્વારા અમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું ભાજપમાં કોઈ પદ પર નથી.
આ પણ વાંચો:
મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi
BJP News: ભાજપમાં અશ્લીલતામાં અવ્વલ આવવાની હરીફાઈ ચાલે છે ?
ભાજપાના બીજા નેતા મહિલા સાથે રંગરેલિયા કરતા પકડાયા | Kamal Raghuvanshi
BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?
Adani Power: ભુતાનમાં PSU ને ઝટકો ,અદાણીને ફાયદો, જાણો મોદી સરકારનો ખેલ
IT Return: ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસ, જો ચૂક્યા તો…









