સાપે યુવકને 10 જગ્યાએ ડંખ માર્યા, 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી | UP Snake Bite

UP Snake Bite: ઉત્તર પ્રદેશમાંથી સાપે ડંખ મારનારી ચોકવાનારી ઘટના સામે આવી છે. સુઈ રહેલા એક યુવકને સાપે 10 જગ્યાએ ડંખ મારી લેતા મોત થઈ ગયું છે.

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના બહસુમા વિસ્તારના અકબરપુર સદાત ગામમાં શનિવારે રાત્રે અમિત ઉર્ફે મિક્કી કશ્યપ( ઉ.વ. 25) તેના પલંગ પર સૂતો હતો ત્યારે તેને 10 વાર સાપે ડંખ માર્યા હતા. જેથી યુવકનું મોત થયું છે. સાપ રવિવારની સવાર સુધી યુવકના શરીર નીચે સાપ રહ્યો હતો. પરિવારે સાપ પકડનારાને બોલાવી પકડાવ્યો હતો. અમિતને ડોક્ટર પાસે લઈ જતાં તેને મૃત ઘોષિત કર્યો હતો.

ગ્રામજનોએ જણાવ્યું કે અમિતના હાથ, પગ અને શરીર પર 10 જગ્યાએ સાપના ડંખના નિશાન હતા. સાપ કરડ્યા પછી અમિત ઊભો થઈ શક્યો નહીં અને સાપ તેની નીચે દબાયેલો રહ્યો હતો. પરિવારનું કહેવું છે કે અમિત રાત્રે લગભગ 10 વાગ્યે કામ પરથી પાછો આવ્યો હતો.

તે થાકી ગયો હતો અને ખાધા પછી પલંગ પર સૂઈ ગયો હતો. સવારે લગભગ 5: 30 વાગ્યે જ્યારે તેના પરિવારના સભ્યો તેને જગાડવા માટે તેના રૂમમાં ગયા, ત્યારે તેમના પલંગ પર એક સાપ બેઠો જોઈને તેઓ ચોંકી ગયા હતા. જ્યારે અમિત પલંગ પર બેભાન અવસ્થામાં પડેલો હતો. પરિવારે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસ અને સાપ પકડનારને કરાઈ હતી. સવારે લગભગ 7: 30 વાગ્યે સાપ પકડનાર ઘટનાસ્થળે પહોંચ્યો અને સાપને પકડી લીધો હતો.

ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

મૃતકના પરિવારની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. અમિત પરણિત હતો. તે ચાર ભાઈઓ અને એક બહેનમાં બીજા નંબરે હતો. તે ત્રણ બાળકોનો પિતા હતો. તેના મૃત્યુ પછી ત્રણેય બાળકો પિતા વિના રહી ગયા છે. જ્યારે પત્નીએ પતિનો સથવારો ગમાવ્યો છે.

આ પણ વાંચો:

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Mehul Choksi: મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગે તે પહેલા જ બેલ્જિયમમાં ધરપકડ

પ્રદૂષણના કારણે ગુજરાતમાં 4 લાખ લોકો અજાણતા મોતને ભેટે છે | Gujarat pollution

કોંગ્રેસ અધિવેશનના હોર્ડિંગનો મુદ્દો હાલ ચર્ચામાં કેમ? જુઓ | Congress Adhiveshan

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 3 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 6 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 8 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 8 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 14 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 17 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!