
Immigrants Identified US: ડોનાલ્ડ ટ્રમ્પના તેમના દેશમાં પાછા મોકલવાના આદેશ બાદ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ત્યારે ડ્રમ્પે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને દેશનિકાલ કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પે અમેરિકાને ગેરકાયદેસર રહેતાં લોકોનો દેશનિકાલ કરવા ચૂંટમીમાં વચન આપ્યું હતુ. તે પૂર્ણ કરતાં દેખાઈ રહ્યા છે. જેથી ગેરકાયદેસર રહેતાં ભારતીયો માટે સંકટ ઉભુ થયું છે.
ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકન સેનાનું એક C-17 વિમાન ભારત માટે રવાના થયું છે. જોકે, આ ફ્લાઇટમાં કેટલા લોકો સવાર હતા તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. રોઇટર્સે વિમાનના ટેકઓફ સમયનો પણ ખુલાસો કર્યો નથી.
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, પેન્ટાગોને કહ્યું છે કે લશ્કરી વિમાનો ટૂંક સમયમાં અલ પાસો, ટેક્સાસ અને સાન ડિએગો, કેલિફોર્નિયાથી ઉડાન ભરશે, જેમાં 5,000 થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત પોતાના દેશ મોકલાશે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી તરત જ, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાથી લગભગ 11 મિલિયન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની વાત કરી હતી.
અમેરિકાએ લગભગ 18,000 ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી
ગયા અઠવાડિયે જ, અમેરિકન સૈન્યએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવા માટે લેટિન અમેરિકન દેશોમાં છ ફ્લાઇટ્સ ઉડાવી હતી. જોકે કોલંબિયાએ અમેરિકન વિમાનોને પોતાના દેશમાં ઉતરવાની મંજૂરી આપી ન હતી, પરંતુ ટ્રમ્પના કડક વલણ બાદ, કોલંબિયાએ પોતાના નાગરિકોને પરત લાવવા માટે પોતાના વિમાનો મોકલ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાએ લગભગ 18,000 ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે.
લશ્કરી વિમાનોનો ઉપયોગ
ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવા માટે લશ્કરનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. તેમણે મેક્સિકન સરહદ પર સૈન્ય ટુકડીઓ તૈનાત કરી છે. તે જ સમયે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રાખવા માટે લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. જોકે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લશ્કરી વિમાનો દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મોકલવાનો ખર્ચ નાગરિક વિમાનો કરતા ઘણો વધારે છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા ઉપરાંત, ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર પણ ટેરિફ લાદ્યા છે, અને યુરોપ પર ટેરિફ લાદવાની ધમકી આપી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં પલટો? શું વરસાદ પડશે?