
US: અમેરિકામાં સિગ્નલ એપ્લિકેશનના મામલે ચકચાર મચી ગઈ છે. એવું બહાર આવ્યું કે ટ્રમ્પના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ આ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. આ એપમાં સંવેદનશીલ લશ્કરી યોજનાઓ, ખાસ કરીને યમનમાં હવાઈ હુમલાઓ અંગેની ચર્ચાઓ કરતા હતી. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ધ એટલાન્ટિકના સંપાદક જેફરી ગોલ્ડબર્ગને એકાએક સિગ્નલ ગ્રુપ ચેટમાં એડ કરી દેવામાં આવ્યા. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ, સંરક્ષણ સચિવ પીટ હેગસેથ અને રાજ્ય સચિવ માર્કો રુબિયો સહિતના ટોચના અધિકારીઓનો સમાવેશ થતો હતો. ગોલ્ડબર્ગે 24 માર્ચ, 2025 ના રોજ આ ઘટના વિશે એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચેટમાં યમનના હુતી બળવાખોરો સામે લશ્કરી કાર્યવાહીની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારે આ જ મુદ્દે વરિષ્ઠ પત્રકાર હિમાંશુ ભાયાણી અને ભૂતપૂર્વ નૌકાદળ અધિકારી મનન ભટ્ટ સાથે વિગતવાર ધ ગુજરાત રિપોર્ટના ફાઉન્ડર અને એડિટર મયૂર જાન દ્વારા ચર્ચા કરવામાં આવી છે. જેમાં ભારતીય દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરાયો છે. વીડિયો અંગે તમારો અભિપ્રાય આપો.@Mayurjaniofficial
આ પણ વાંચોઃ Kheda: ઠાસરામાં પાણી નહીં અપાય તો ખેડૂત આંદોલન!, 2500 વીઘાના પાકને નુકસાનની ભીતી
આ પણ વાંચોઃ Gandhinagar: 2100થી વધુને છૂટા કર્યા પણ આરોગ્ય કર્મચારીઓ અડગ, હડતાળનો 11મો દિવસ
આ પણ વાંચોઃ 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી
આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી
આ પણ વાંચોઃ US report: ચીન જ નહીં ભારત પણ ફેન્ટાનાઇલ ડ્રગ્સનું મોટું ઉત્પાદક, આ ડ્રગ્સ શું છે?