Gandhinagar: 2100થી વધુને છૂટા કર્યા પણ આરોગ્ય કર્મચારીઓ અડગ, હડતાળનો 11મો દિવસ

Gandhinagar:  ગુજરાતમાં આરોગ્યકર્મચારીઓ ઉગ્ર બન્યા છે. ગાંધીનગરમાં છેલ્લા 11 દિવસથી અચોક્કસ હડતાળ પર ઉતર્યા છે. તેઓ હવે પોતાનો હક લઈને જ જંપવાની વાત કરે છે. તેઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. સરકારે અત્યાર સુધી 2100થી વધુ આરોગ્યકર્મીઓને છૂટા કરી દીધી છે. જ્યારે 5 હજારથી વધુને કારણ દર્શક નોટીસ ફટકારી છે. ખાતાકીય તપાસ પણ કરવા સરકાર જોર લગાવી રહી છે અને આરોગ્યકર્મીઓને ફરજ પર પરત ફરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જો કે જુલમી સરકારની આ કાર્યવાહીની આરોગ્યકર્મીઓ પર કોઈ અસર દેખાતી નથી. તેઓ પોતાની માગોને લઈ અડગ જોવા મળી રહ્યા છે.

આરોગ્ય કર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો

આરોગ્યકર્મીઓ 17 માર્ચથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે મહા સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીની આગેવાનીમાં ગઈકાલે (26 માર્ચની રાત્રે આરોગ્યકર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કર્મચારીઓને આશ્વાસન  કે હડતાળ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સજા રદ કરાવવામાં આવશે. આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો બે દિવસમાં સરકાર વાટાઘાટો નહીં કરે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આરોગ્યમંત્રીનું માંગને લઈ શું નિવેદન આપ્યુ હતુ?

આરોગ્યકર્મીઓની હડતાળના મામલે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે નિવેદન આપતાં કહ્યું હતુ કે ‘આરોગ્યકર્મીઓની આ હડતાળ ગેરવ્યાજબી છે. હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.’

આરોગ્યકર્મીઓની શું માગણી?

મુખ્ય માંગણીઓમાં MPHW, FHW, MPHS, FHS, TMPH, THV અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ટેક્નિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા અને પગાર વિસંગતતા દૂર કરવાની માગ છે.

 

આ પણ વાંચોઃ Anand: ચાલુ કથાએ જીજ્ઞેશ દાદાને શું થયું હતુ કે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા?

આ પણ વાંચોઃ 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી

આ પણ વાંચોઃ Gandhinagar: સ્કોર્પિયોએ 2 વર્ષિય બાળકીને કચડી, ગ્રામજનોએ કારને સળગાવી દીધી

આ પણ વાંચોઃ US report: ચીન જ નહીં ભારત પણ ફેન્ટાનાઇલ ડ્રગ્સનું મોટું ઉત્પાદક, આ ડ્રગ્સ શું છે?

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 2 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 6 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 5 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 11 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 12 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ