
Vadodara Accident: વડોદરાના ડભોઈ પાસે આવેલા ગોપાલપુર ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં પોલીસકર્મી સહિત 3 લોકોના મોત થઈ ગયા છે. બોલેરો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે.
મળતી વિગતો અનુસાર વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં પોલીસ કર્મી સહિત 3 વ્યક્તિના મોત થયા છે. જેમાં બેના ઘટનાસ્થળે અને પોલીસકકર્મી મુકેશનું સયાજી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા મોત થઈ ગયું છે. અકસ્માત સર્જી બોલેરો ગાડી મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો.
મૃતક પોલીસકર્મી મુકેશ શનાભાઇ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતો હતો. તેઓ મૂળ છોટાઉદેપુરના તુરખેડાનો રહેવાસી છે. અકસ્માતમાં અન્ય બે મિત્રો સુરેશ નેરસિંગ રાઠવા તેમજ હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થઈ ગયું છે. આ ત્રણેય મિત્રો લગ્ન પ્રસંગે કવાંટ ગયા હતા અને ત્યાંથી પરત ફરતા સમયે આ અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક પર ત્રણેય મિત્રો રોડ પર ભંગોળાઈ ગયા હતા. લોકો પણ આ અકસ્માત જોઈ હચમચી ગયા હતા. લાબા સમયથી ત્રણેય મિત્રો રોડ પર કણસાં રહ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતુ.
જાણવા મળી રહ્યું છે કે બોલેરાના ડાલામાં અન્ય મુસાફરો પણ ભરેલા હતા. જેમાંથી કેટલાંક મુસાફરોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. જેથી પોલીસે આ અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
ED દ્વારા સહારા ગૃપની 1500 કરોડની મિલકત જપ્ત, જુઓ ગુજરાતમાં સહારાના જમીન કૌભાંડો!
Delhi: માનહાનિ કેસમાં મેધા પાટકરની ધરપકડ, કોર્ટમાં હાજર કરાશે
Terrorist Altaf Lali killed: પહેલગામમાં હુમલામાં સંડોવાયેલો આતંકી અલ્તાફ લાલી ઠાર, બે સૈનિકો ઘાયલ
Jammu Kashmir: સ્થાનિક આતંકી આદિલનું ઘર બોમ્બથી ઉડાવ્યું, આસિફનું બૂલડોઝરથી તોડ્યુ, બંને ફરાર