Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન

Gujarat terrorismprotest: પહેલગામમાં આતંકીઓએ  30 લોકોની હત્યા કરતાં દેશભરમાં રોષ છે. ઠેર-ઠેર આતંકવાદ વિરુધ્ધ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. લોકો સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. કારણે કે સરકારે નાગરિકોની સુરક્ષામા ચૂક કરી છે. ખુદ મોદી સરકારે સ્વીકારી લીધું છે સુરક્ષામાં કચાસ રહી છે. ઉલ્લેખનીય છે 22 એપ્રિલે પહેલગામમાં હુમલો થયો ત્યારે ઘટના સ્થળે એકપણ સુરક્ષાકર્મી ન હતો. જેનો લાભ લઈ આતંકીઓએ પ્રવાસીઓને મારી નાખ્યા. 30 લોકો પર ફાયરિંગ કરી આતંકીઓ ફરાર થઈ ગયા હતા. હુમલા બાદ સુરક્ષાદળો દોડીને આવ્યા હતા. ત્યારે સરકારની આટલી મોટી ભૂલ હવે લોકો સાખી લેવા તૈયાર નથી. ગૃહમંત્રી અમિત, મોદી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે.

ગુજરાતમાં પણ આતંકી હુમલાની નિંદા થઈ રહી છે. કેટલીક જગ્યાએ સૂત્રોચ્ચાર તો ઘણા શહેરો સ્વચ્છિક બંધ રહ્યા છે. બનાસકાંઠામાં આજે સ્વેચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. બીજી તરફ મહિસાગરમાં પણ આતંકવાદના વિરોધ કરવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોનો આતંકી હુમલાની આકરી નિંદા કરી રહ્યા છે. આતંકીઓના પૂતળા સળગવી રહ્યા છે. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ કરાયું હતું.

સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ સહિતના શહેરોમાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યા હતા. આ તરફ મોરબી અને મહિસાગર જિલ્લાના વીરપુરમાં સજ્જડ બંધ પાળી આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે.

મહિસાગરમાં આતંકવાદનો વિરોધ

મહિસાગર જિલ્લાના વીરપુરમાં પહેલગામ થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં વિરપુર સજ્જડ બંધ રહ્યું છે. વિરપુર તાલુકાના હિન્દુ તેમજ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. વિરપુર બજારમાં આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.

મોરબીમાં વિરોધ

જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા સામે મોરબીના વેપારી આલમમાં આક્રોશ મોરબીના ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મોરબીમાં પરાબજાર, તખ્તસિંહજી રોડ, સોની બજાર, ગ્રીનચોક, સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ રહી છે.

આ પણ વાંચોઃ

Vadodara: બોલેરો અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, પોલીસકર્મી સહિત 3ના મોત

ED દ્વારા સહારા ગૃપની 1500 કરોડની મિલકત જપ્ત, જુઓ ગુજરાતમાં સહારાના જમીન કૌભાંડો!

Delhi: માનહાનિ કેસમાં મેધા પાટકરની ધરપકડ, કોર્ટમાં હાજર કરાશે

પહેલગામમાં મોતને ભેટેલા પ્રવાસીઓની સુરક્ષામાં ચૂક, સરકારે સ્વીકારી ભૂલ, બે મિનિટ મૌન | Government Negligence

Terrorist Altaf Lali killed: પહેલગામમાં હુમલામાં સંડોવાયેલો આતંકી અલ્તાફ લાલી ઠાર, બે સૈનિકો ઘાયલ

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 2 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 5 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 9 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 6 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?