
Vadodara: 9 જુલાઈના રોજ વડોદરાના પાદરામાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. ત્યારે આ અકસ્માત બાદ દુર્ઘટના સ્થળ પર કેટલાક દિવસથી ટ્રક લટકી રહ્યો હતો. આ ટ્રકનો માલિક ટ્રકને ઉતારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહયો હતો ત્યારે આખરે 27 દિવસ બાદ બ્રિજ પર લટકતી ટ્રક ને બહાર કઢાઈ હતી.
ટ્રક માલિકની વેદના ના બેંકએ સમજી ના સરકારે
મરીન સ્પેશિયલિસ્ટ ટીમ અને વહીવટી તંત્રની મદદ થી 5 દિવસ સુધી સતત કામગીરી બાદ બલૂન કેપ્સ્યુલ ટેક્નોલોજીથી આ ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રક માલિકને ટ્રક પર 45 લાખની લોન ચાલે છે. જેના દર મહિને એક લાખનો હપ્તા આવે છે. ત્યારે ટ્રક ચલાવ્યા વગર તે લોનનો હપ્તો કેમનો ભરે તેની ચિંતા તેને સતાવતી હતી.
સાંસદે ટ્રકના હપ્તા માટે પોતાના પગાર આપ્યો
એક તરફ દુર્ઘટનાને કારણે આ ટ્રક લટકી રહી હોવાથી તે હપ્તા ભરી શકે તેમ નહોતો તેથી તેને મદદ માટે બેંકને વિનંતી કરી પરંતુ બેંકમાંથી તેને કોઈ રાહત ન મળી તેમજ આ ટ્રક માલિકને સંવેદનશીલ સરકારે પણ કોઈ મદદ ન કરી, તેને હપ્તો કોઈ પણ કિંમતે ભરવાનો હોવાથી ટ્રક માલિક ચિંતામાં હતો તેવામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ફસાયેલા ટ્રક માલિકની વેદના સમજીને સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઈ)એ પોતાના પગારમાંથી એક માસનો હપ્તો ટ્રક માલિકની લોન ખાતામાં જમા કરવાનો નિર્ણય લીધો હતો. આમ આખરે સાંસદ તરફથી ટ્રક માલિકને 80000નો ચેક અપાયો હતો.
ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોનીગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના કારણે ધંધા રોજગાર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને નોકરીએ જવાની તકલીફ પડે છે. ત્યારે સરકાર આ બાબતે ગંભીર કેમ નથી તેવા સવાલો થઈ રહ્યા છેે.
આ પણ વાંચો:
Valsad: આશ્રમશાળાઓમાં ભ્રષ્ટાચાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શોષણ, યુવરાજસિંહે ખોલી આ નેતાની પોલ
Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો
Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા