
Vadodara Gambhira Bridge Collapsed: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આણંદ અને વડોદરાને જોડતો મહીસાગર નદી પરનો મુજપુર ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટના દરમિયાન બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હતી, અને બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડતાં એક ટ્રક, એક ટેન્કર, એક બોલેરો, એક બાઇક અને અન્ય કેટલાંક વાહનો મહીસાગર નદીમાં ખાબકી ગયા હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા
મળતી માહિતી મુજબ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી હાહાકાર મચી ગયો છે. આ ગંભીર દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. નદીમાં વાહનો ખાબકતા લોકો મદદ માટે પોકારી રહ્યા હતા. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કગરતી દેખાઈ હતી. હાલમાં 5 લોકોને બતાવી લેવાયા છે અને 8 લોકોનું આ ઘટનામા મોત થયું હોવાનું સામે આવ્યું છે.
નદીમાં દેખાઈ રહેલા મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ
આ ઘટનાને પગલે સ્થાનિકો તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમના દ્વારા નદીમાં દેખાઈ રહેલા મૃતદેહો બહાર કાઢવાની તેમજ ખાબકેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની જાણકારી મળતા પાદરા મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અમિત ચાવડાએ તંત્રની કામગીરી પર સવાલ ઊઠાવ્યા
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો શેર કરીને તંત્રની કામગીરી પર સવાલ ઊઠાવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે, બ્રિજનો મોટો હિસ્સો તૂટી જતાં વાહનો નદીમાં તૂટી પડ્યા હતા. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા કામગીરી ચાલુ છે.
અનેક વખત ધ્યાન દોરવા છતા કોઈ કાર્યવાહી ન કરતા દુર્ઘટના સર્જાઇ
મહત્વનું છે કે, ગંભીરા બ્રિજ વડોદરા જિલ્લાના પાદરા અને જંબુસર વચ્ચે આવેલો છે તે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એક મહત્વપૂર્ણ બ્રિજ છે. આ બ્રિજ ગંભીરા નદી પર બનેલો છે અને આ વિસ્તારના લોકો માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે. આબ્રિજનું બાંધકામ આશરે બ્રિજનું બાંધકામ 1980ના દાયકામાં થયું હોવાનું માનવામાં આવે છે. આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો, અને તેના સમારકામની જરૂરિયાત હતી. એક વર્ષ પહેલાં એટલે કે 2024માં તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ તેની ગુણવત્તા અંગે શંકાઓ ઉભી થઈ છે.
અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરુ
સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના મતે, અચાનક ધસારા વધારે થવાને કારણે બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જો કે, હાલ અકસ્માતનું કારણ જાણવા માટે તબીબી, તંત્ર અને ઇજનેરિંગ ટીમ તપાસમાં જોડાઈ ગઈ છે.આ બનાવ વડોદરા અને આસપાસના વિસ્તારો માટે ગંભીર ચેતવણી રૂપ છે અને હવે તંત્ર સામે જવાબદારી નિભાવવાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.
આત્મધાતી પુલ
ગંભીરાના આ પુલ આત્મહત્યા કરવા માટે કુખ્યાત હતો. મોતની છલાંગ મારીને લોકો આપઘાત કરતાં રહે છે. તેથી સુસાઈડ પોઈન્ટ તરીકે લોકો ઓળખાવે છે.
સમારકામ નબળુ
પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે પુલ અને તેને જોડતા માર્ગનું સમારકામ 2020માં કરાયું હતું. સમારકામના 6 મહિનામાં જ વરસાદમાં તે ધોવાઈ ગયો હતો. તદ્દન હલકી કક્ષાની કામગીરી કરી હોવા છતાં કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા. વડોદરાથી પાદરા વચ્ચેના ફોર લેન રોડનું કામ પુરું થયું નથી ત્યાં ખાડા પડી ગયા હતા. હાલત બદતર થઇ ગઇ હતી. માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર ઇન્દ્રનીલ તેના માટે જવાબદાર હતા.
પત્રકારની ચેતવણી
એક અઠવાડિયા પહેલાં એક પત્રકારે ચેતવણી આપી હતી કે પુલ તુટશે, ગંભીરા પુલ પર મોટા ખાડાઓ પડતા હક કી વાતના સંયોજક વીકી શ્રીમાળીએ વિડિયો બનાવ્યો હતો. દર વર્ષે પુર પર ખાડા પડે છે. પુલ નબળો હોવા છતાં તેને ચાલુ રાખવામાં આવતો હતો. કારણ કે આ પુલ પરથી ઘણી કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ અવર જવર કરે છે. તેના ફાયદા માટે પુલને ચાલુ રાખી પ્રજા પર મોતની લટકતી તલવાર રહેતી હતી. અધિકારીઓની આ જવાબદારી હોવાનું પત્રકારે તેના વિડિયો અહેવાલમાં કહ્યું હતું. અધિકારીઓ તેમના તિજોરી ભરવાના ધંધા આ પુલ પર કરે છે. તે સમારકામના બહાને કરોડો રૂપિયા ખર્ચે છે. દર વર્ષે ડામર ધોવાઈ જાય છે. નેતાઓને જનતાએ જંગી મતથી જીતાડેલા છે છતાં તેઓ કામ કરતાં નથી. ખાડા હોવા છતાં અને નબળો પુલ હોવા છતાં અને રાતના સમયે વિજળીના બલ્બ લગાવાયેલા નથી.
પુલનો ઇતિહાસ
કોંગ્રેસની સરકારમાં 1981માં પુલ બનાવવાનું શરૂ થયું અને કરાયું હતું. 1985માં પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીની સરકાર વખતે પુલને ખુલ્લો મુકાયો હતો. 9થી 11 લાખ ક્યુસેક પુર 2023માં પણ આવ્યું હતું ત્યારે પુલ બંધ કરાયો હતો.






