વડોદરામાં હિટ એન્ડ રન । માતા-પુત્રીને ટક્કર મારી ડમ્પરચાલક ફરાર, પુત્રીનું મોત

  • વડોદરાના વાઘોડિયા તાલુકાના માડોધ રોડ પર બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા.
  • બેફામ ડમ્પરને ટુ-વ્હીલર સવાર માતા – પુત્રીને અડફેટે લીધા હતાં.

Vadodara । બે દિવસ અગાઉ વડોદરાના વાઘોડિયા તાલુકામાં હિટ એન્ડ રનનો કિસ્સો બન્યો હતો. જેના સીસીટીવી હાલ સામે આવ્યા છે. બેફામ ડમ્પર હંકારનાર ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતાં એક માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત થતી વિગતો એવી છે કે, વાઘોડિયા તાલુકાના રવાલ ગામના વતની સ્નેહાલીબહેન પટેલના પતિ સાઉદી અરબમાં નોકરી કરી રહ્યાં છે. જ્યારે તેઓ હાલ 12 વર્ષની દીકરી કાવ્યા અને 10 વર્ષની દીકરી જીલ સાથે રહે છે.

બે દિવસ અગાઉ મોટી દીકરી કાવ્યાની તબિયત બગડતાં તેઓ ડોક્ટર પાસે દવા લેવા ગયા હતાં. દરમિયાનમાં માડોધર ગામે રહેતાં તેમના ભાઈ કૌશિક પટેલનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કાવ્યાને તેમને ત્યાં મૂકી જાય.

જેને પગલે સ્નેહાલી પટેલ ટુ-વ્હીલર પોતાની બંને દીકરીઓ સાથે માડોધર જવા માટે નિકળ્યા હતાં. તેઓ ગેલેક્સી સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે એક બેફામ ડમ્પર ચાલકે તેઓના ટુ-વ્હીલરને અડફેટે લીધું હતું અને લગભગ 50 મીટર સુધી તેઓ ઢસડાયા હતાં. અકસ્માત સર્જીને ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે સ્નેહાલી પટેલ અને તેમની દીકરીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બનાવને પગલે દોડી આવેલાં લોકોએ તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ કાવ્યા પટેલનું મોત નિપજ્યું હતું. આ અંગે જાણ થતાં સ્નેહાલી પટેલના પતિ સાઉદી અરબથી તાત્કાલિક દોડી આવ્યા હતાં.

બનાવ અંગેની ફરિયાદને આધારે વાઘોડીયા પોલીસે ફરાર ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે. હાલ તો બનાવના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે.

  • Related Posts

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading
    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
    • March 19, 2026

    Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 3 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 10 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 4 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 11 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!