Vadodara માં કરૂણાંતિકા: નર્મદા કેનાલમાં ચંપલ લેવા જતાં બે MBBS વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત

Vadodara News: વડોદરા પાસેના અંકોડીયા ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ગોત્રી મેડિકલ કોલેજના બે MBBS વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે. મૃતકોની ઓળખ સુરતના આદિત્ય રામાકૃષ્નન ઐયર (ઉ.વ. 21) અને જામનગરના પ્રેમ પ્રવિણભાઈ માતંગ (ઉ.વ. 21) તરીકે થઈ છે, જેઓ બંને ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા.

મળતી જાણકારી અનુસાર ગઈકાલે આદિત્ય અને પ્રેમ તેમના બે અન્ય મિત્રો, સંકેત નહટો અને અંશ પારગી, સાથે ફરવા માટે અંકોડીયા ગામે નર્મદા કેનાલ પાસે ગયા હતા. ચારેય મિત્રો કેનાલની બાજુમાં ઊભા હતા તે દરમિયાન એક વિદ્યાર્થીનું ચંપલ ભૂલથી કેનાલમાં પડી ગયું. ચંપલ લેવાની કોશિશમાં આદિત્ય અને પ્રેમ બંને કેનાલના પાણીમાં ઉતર્યા, પરંતુ તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા.

ઘટના જોઈને બાજુમાં ઊભેલા તેમના મિત્રોએ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા. ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી, અને લાશ્કરોની ટીમે સ્થળ પર પહોંચીને શોધખોળ શરૂ કરી. લાંબી શોધખોળ બાદ બંને વિદ્યાર્થીઓના મૃતદેહો કેનાલમાંથી મળી આવ્યા.

ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે બંને મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને આ દુઃખદ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.

આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને કોલેજમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 5 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 5 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 10 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 15 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!