India-Pakistan: ભારત ફરથી કરી શકે હુમલો, પાકિસ્તાની પત્રકાર હસન અયુબનો દાવો

  • India
  • June 25, 2025
  • 0 Comments

India-Pakistan: પાકિસ્તાની સેના ટ્રમ્પના વખાણ કરવામાં વસ્ત છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાની પત્રકારે મોટો દાવો કર્યો છે. પાકિસ્તાની પત્રકાર હસન અયુબ ખાને એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે ભારત હવે પહેલા જેવું રહ્યું નથી અને તે કોઈપણ ચેતવણી વિના પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે આ હુમલો આગામી એક વર્ષમાં થઈ શકે છે. બીજી તરફ પાકિસ્તાનમાં લોકમાં રોષ ફાટી નીકળ્યોછે. કારણ કે પાકિસ્તાનના નેતાઓ અને સેના પ્રમુખ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખુશામત કરવામાં વ્યસ્ત છે.

‘કોઈ પણ ચેતવણી વિના પાકિસ્તાન પર હુમલો કરી શકે’

હસન અયુબે કહ્યું  ‘ભારત ફરીથી એવી સ્થિતિમાં રહેવા માંગે છે કે તે પાકિસ્તાન પર હુમલો કરી શકે. ઇઝરાયલે જે રીતે ઇરાન પર હુમલો કર્યો તેનાથી ભારતને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. પાકિસ્તાને આ સમયે પોતાનું સંપૂર્ણ ધ્યાન તેના સંરક્ષણ પર કેન્દ્રિત કરવું પડશે. નવી દિલ્હીનો યુદ્ધ પ્રત્યેનો દૃષ્ટિકોણ હવે બદલાઈ ગયો છે. હવે તે કોઈપણ ચેતવણી વિના પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. આ માટે ભારતે તેની સંરક્ષણ ખરીદી વધારી દીધી છે. પાકિસ્તાને બિલકુલ હળવાશ ન લેવી જોઈએ, કારણ કે આ સમયે વડા પ્રધાન મોદી યુદ્ધમાં યુધ્ધનું જનૂન છે.’

ટ્રમ્પની ખુશામતથી પાકિસ્તાનામાં રોષ

 પાકિસ્તાન સરકાર અને સેનાનું ધ્યાન હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા પર છે. તેનો હેતુ સ્પષ્ટ છે કે તે અમેરિકા પાસેથી આર્થિક મદદ અને ડોલર મેળવવા માંગે છે. અગાઉ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી હતી. આ પછી શાહબાઝ શરીફ સરકારે ટ્રમ્પને આ પુરસ્કાર માટે સત્તાવાર રીતે નામાંકિત કર્યા. હવે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ટ્રમ્પની પ્રશંસા કરી છે, તેમને ‘જાદુઈ નેતા’ ગણાવ્યા છે. જોકે, પાકિસ્તાનના લોકો તેમની સરકાર અને સેનાના આ વલણથી ગુસ્સે છે. રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને લોકો ટ્રમ્પના ચાપલુસ કરનારા હોવા બદલ તેમના નેતાઓ અને સેના પ્રમુખને શાપ આપી રહ્યા છે.

આ પણ વાંચો:
 
Related Posts

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા
  • June 19, 2026

India Christian Attacks: ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય પર થતા હુમલાઓ હવે કોઈ છૂટાછવાયા બનાવો નથી રહ્યા, પરંતુ એક ચિંતાજનક વલણ બની ગયા છે. આંકડાઓ સાક્ષી પૂરે છે…

Continue reading
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 2 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 7 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 7 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 14 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર