ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War

  • World
  • May 18, 2025
  • 5 Comments

Israel Gaza War, 250 people Death: ઇઝરાયલી સેના છેલ્લા 72 કલાકથી ગાઝામાં તબાહી મચાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 250 થી વધુ લોકોના મોત થયા છે. આમાંથી ફક્ત આજે રવિવારે જ 100 થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે.

શનિવાર રાત્રે અને રવિવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં 250 થી વધુ લોકો માર્યા ગયા છે. આમાંથી માત્ર આજે રવિવારે(18 મે) જ ઓછામાં ઓછા 103 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ માહિતી સ્થાનિક હોસ્પિટલો અને તબીબી સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

Israel Gaza War

દક્ષિણ શહેર ખાન યુનિસ અને તેની આસપાસ થયેલા હુમલાઓમાં 48 થી વધુ લોકો માર્યા ગયા છે. નાસેર હોસ્પિટલના જણાવ્યા અનુસાર, વિસ્થાપિત પેલેસ્ટિનિયન નાગરિકોના ઘરો અને તંબુઓ પર અનેક હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. હુમલાના ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે.

જબાલિયામાં એક જ પરિવારના નવ સભ્યોની હત્યા

ગાઝાના આરોગ્ય મંત્રાલયની કટોકટી સેવાઓએ જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝામાં જબાલિયા શરણાર્થી શિબિરમાં એક ઘર પર થયેલા હુમલામાં એક જ પરિવારના નવ સભ્યો માર્યા ગયા હતા. નાગરિક સુરક્ષા સેવા અનુસાર, જબાલિયામાં થયેલા બીજા હુમલામાં, સાત બાળકો અને એક મહિલા સહિત 10 લોકો માર્યા ગયા.

ઇઝરાયલી સેનાએ કોઈ જવાબ આપ્યો નહીં

આ હવાઈ હુમલાઓ અંગે ઇઝરાયલી સૈન્ય તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઇઝરાયલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે તે આ પ્રદેશ પર વધુ નિયંત્રણ સ્થાપિત કરવા માંગે છે.

ઇન્ડોનેશિયન હોસ્પિટલ બંધ

આ હુમલા બાદ ઉત્તરી ગાઝા યુદ્ધ ક્ષેત્રમાં છેલ્લી કાર્યરત ઇન્ડોનેશિયન સરકારી હોસ્પિટલ હવે બંધ કરી દેવામાં આવી છે. હોસ્પિટલની આસપાસ ભારે નાકાબંધી અને સતત હુમલાઓને કારણે તેને સેવાઓ બંધ કરવાની ફરજ પડી. અગાઉ, કમાલ અદવાન હોસ્પિટલ અને બેઈત હાનૌન હોસ્પિટલને સેવાઓ સ્થગિત કરવાની ફરજ પડી હતી, જેના કારણે ઉત્તરી ગાઝાના નાગરિકો મૂળભૂત તબીબી સુવિધાઓથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

 નિર્દોશ લોકોની હાલત ગંભીર

ગાઝામાં સતત ઇઝરાયલી હુમલાઓને કારણે માનવતાવાદી કટોકટી વધુ ગંભીર બની રહી છે. હોસ્પિટલો બંધ થવાથી વિસ્થાપિત નાગરિકો પર હુમલાઓ અને બાળકો અને મહિલાઓના મોત થયા છે. આ  યુદ્ધની સીધી અસર આમ નાગરિકો પર પડી છે.

આ પણ વાંચોઃ

AAP પાર્ટીને મોટો ફટકો, 15 કાઉન્સિલરોએ રાજીનામા, કેમ આપ્યા રાજીનામા જાણો?

Bihar: PM મોદીનો સ્કૂલ બેગ પર પ્રચાર કેટલો યોગ્ય?, જુઓ વીડિયો થયો વાઈરલ!

Bihar: રીલ બનાવતી પત્નીની હત્યા, પતિ કોથળોમાં ભરી લાશ દાટી, જાણો કારણ?

ભાજપાના બીજા નેતા મહિલા સાથે રંગરેલિયા કરતા પકડાયા | Kamal Raghuvanshi

હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Banaskantha: અંબાજી જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, કાર પલટી જતા 4 લોકો ઈજાગ્રસ્ત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

 

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર
  • November 2, 2026

Israel Election Results: ઇઝરાયેલની રાજનીતિમાં તાજેતરની ચૂંટણી બાદ સત્તા સ્થાપવાની લડાઈ વધુ રસપ્રદ બની છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સમર્થક જૂથને 53 બેઠકો મળી છે, જ્યારે આરબ પક્ષોએ મળીને 19 બેઠકો…

Continue reading
Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપની આશંકા, શિન બેટને તપાસના આદેશ
  • October 30, 2026

Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી ભંડોળ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે રાજકીય વિવાદ ઊભો થયો છે. ઇઝરાયેલની કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ નોમ સોલબર્ગે દેશની આંતરિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

  • November 2, 2026
  • 3 views
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

  • November 2, 2026
  • 5 views
Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

  • November 2, 2026
  • 5 views
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

  • November 2, 2026
  • 7 views
Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 6 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 9 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત