Shubhanshu Shukla: “41 વર્ષ પછી આપણે ફરીથી અવકાશમાં…” અંતરિક્ષથી શુભાંશુ શુક્લાનો પ્રથમ સંદેશ

  • India
  • June 25, 2025
  • 0 Comments

Shubhanshu Shukla: ભારતના અવકાશ ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને એક્સિઓમ-4 મિશન આજે બપોરે 12:01 વાગ્યે (ભારતીય સમય) નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. આ મિશન સાથે, શુભાંશુ શુક્લાએ ઇતિહાસ રચ્યો છે, અને અવકાશમાંથી તેમનો પહેલો ભાવનાત્મક સંદેશ પણ સામે આવ્યો છે.

અંતરિક્ષથી શુભાંશુ શુક્લાનો પ્રથમ સંદેશ

ટેકઓફ થયાના થોડા કલાકો પછી, શુભાંશુ શુક્લાએ અવકાશયાનમાંથી ભારતના લોકોને સંબોધિત કરીને પહેલો સંદેશ મોકલ્યો, જેમાં તેણે કહ્યું કે,”નમસ્કાર મારા પ્રિય દેશવાસીઓ, 41 વર્ષ પછી આપણે ફરીથી અવકાશમાં પહોંચી ગયા છીએ. આ સમયે આપણે પૃથ્વીની પરિક્રમા 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે કરી રહ્યા છીએ. મારા ખભા પર ત્રિરંગો છે, જે મને કહી રહ્યો છે કે હું એકલો નથી, તમે બધા મારી સાથે છો.”

તેમણે આગળ કહ્યું, “આ મારી યાત્રાની શરૂઆત નથી, પરંતુ ભારતના માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત છે. હું ઈચ્છું છું કે તમે બધા આ યાત્રાનો ભાગ બનો. ચાલો આપણે બધા સાથે મળીને ભારતના અવકાશ યુગની નવી વાર્તા લખીએ. જય હિંદ! જય ભારત!”

એક્સિઓમ-4 મિશનનું મહત્વ

આ એક્સિઓમ સ્પેસનું ચોથું ખાનગી મિશન છે, જે નાસા અને સ્પેસએક્સના સહયોગથી ચલાવવામાં આવી રહ્યું છે.

આ મિશનમાં ચાર અવકાશયાત્રીઓનો સમાવેશ થાય છે – ભારત, અમેરિકા, પોલેન્ડ અને હંગેરીમાંથી એક-એક.

બધા અવકાશયાત્રીઓ 28 કલાકની મુસાફરી બાદ ગુરુવારે ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે ISS (આંતરરાષ્ટ્રીય અવકાશ મથક) પહોંચશે.

અવકાશયાત્રીઓ 14 દિવસ સુધી અવકાશ મથક પર રહેશે અને માઇક્રોગ્રેવિટીમાં વૈજ્ઞાનિક સંશોધન, ટેકનોલોજી પરીક્ષણ અને પ્રયોગો કરશે.

શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટ રહી ચૂક્યા છે. 2019 માં, તેમને ઇસરોના ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. હવે તેઓ રાકેશ શર્મા પછી 41 વર્ષ સુધી અધૂરા રહેલા ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.

શરૂઆતમાં આ મિશન 29 મેના રોજ લોન્ચ થવાનું હતું પરંતુ હવામાન, ટેકનિકલ કારણો અને ISS ની સ્થિતિને કારણે તેને ઘણી વખત મુલતવી રાખવામાં આવ્યું હતું (8 જૂન, 10 જૂન, 11 જૂન). અંતે, 25 જૂનના રોજ મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.

આ પણ વાંચો:

Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?

Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..

Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

  • Related Posts

    US Tariff on India: અમેરિકાનો ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ, વેપાર સમજૂતી થાય તો 17% દરની શક્યતા
    • November 26, 2026

    US Tariff on India: અમેરિકાએ ભારત સાથે વેપાર સમજૂતી કરવા દબાણ વધારતાં ભારતીય માલ પર 25% સુધી વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકી વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR)એ 25 નવેમ્બરે…

    Continue reading
    UPPSC Reservation Controversy: APO પરીક્ષાનું પરિણામ રદ થતાં યોગી સરકારને ઝટકો, અખિલેશ યાદવે BJP પર લગાવ્યા આરક્ષણ વિરોધી હોવાના આક્ષેપ
    • November 26, 2026

    UPPSC Reservation Controversy: ઉત્તર પ્રદેશમાં સહાયક અભિયોજન અધિકારી (APO) પ્રારંભિક પરીક્ષા-2025નું પરિણામ અલાહાબાદ હાઈકોર્ટે રદ કરતાં રાજ્યની ભરતી પ્રક્રિયા અને આરક્ષણના નિયમો અંગે વિવાદ ઊભો થયો છે. 25 નવેમ્બરે જસ્ટિસ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    US Tariff on India: અમેરિકાનો ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ, વેપાર સમજૂતી થાય તો 17% દરની શક્યતા

    • November 26, 2026
    • 6 views
    US Tariff on India: અમેરિકાનો ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ, વેપાર સમજૂતી થાય તો 17% દરની શક્યતા

    UPPSC Reservation Controversy: APO પરીક્ષાનું પરિણામ રદ થતાં યોગી સરકારને ઝટકો, અખિલેશ યાદવે BJP પર લગાવ્યા આરક્ષણ વિરોધી હોવાના આક્ષેપ

    • November 26, 2026
    • 6 views
    UPPSC Reservation Controversy: APO પરીક્ષાનું પરિણામ રદ થતાં યોગી સરકારને ઝટકો, અખિલેશ યાદવે BJP પર લગાવ્યા આરક્ષણ વિરોધી હોવાના આક્ષેપ

    Meta Political Bias Allegations: મેટા સામે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે બેઠક, BJP પ્રત્યે પક્ષપાત અને સોશિયલ મીડિયા પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો

    • November 26, 2026
    • 5 views
    Meta Political Bias Allegations: મેટા સામે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે બેઠક, BJP પ્રત્યે પક્ષપાત અને સોશિયલ મીડિયા પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો

    Amit Shah Arrest 2010: અમિત શાહે 2010માં કહ્યું હતું ‘હું દરિયો છું, પાછો ફરીશ’, આજે તપાસ એજન્સીઓના ઉપયોગ સામે ઊભા થાય છે સવાલ

    • November 26, 2026
    • 7 views
    Amit Shah Arrest 2010: અમિત શાહે 2010માં કહ્યું હતું ‘હું દરિયો છું, પાછો ફરીશ’, આજે તપાસ એજન્સીઓના ઉપયોગ સામે ઊભા થાય છે સવાલ

    Rahul Gandhi Assets Case: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશો રદ

    • November 26, 2026
    • 14 views
    Rahul Gandhi Assets Case: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના આદેશો રદ

    Congress Samvidhan Raksha March: SIRના વિરોધમાં 26 નવેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ કાઢશે ‘બંધારણ રક્ષા માર્ચ’

    • November 26, 2026
    • 11 views
    Congress Samvidhan Raksha March: SIRના વિરોધમાં 26 નવેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ કાઢશે ‘બંધારણ રક્ષા માર્ચ’