
Vadodara Crime: વડોદરમાં 13 વર્ષિય બાળકે આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તે ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. માતાએ ભણવા બાબતે ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાત બાદ પરિવારમાં ભારે દુઃખ છવાઈ ગયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના વેમાલી ખાતે શ્રવણ એન્કલેવમાં રહેતા અને બ્રાઇટ ડે સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી નિમિષ ગુંડેકરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બારીમાં બેલ્ટ ભેળવી આપઘાત કર્યો છે. હાલ પરિક્ષા ચાલતી હોવાથી માતાએ બાળકને અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી બાળકને લાગી આવ્યું હતુ.
હાલ આ બનાવ અંગે મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બાળકને પોસ્ટમોર્ટમ કર્યા બાદ અંતિમ વિધિ માટે સોંપયો હતો.
આ પણ વાંચો: Than: થાન નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર, પાલિકાના 18 સભ્યોની અટકાયત કરાતા વિવાદ
આ પણ વાંચોઃ પોરબંદરમાં આગ: ભારે પવન ફૂકતાં ઉભા ઝાંડ સળગ્યા, આગને કાબૂમાં લેવી મુશ્કેલ
આ પણ વાંચોઃ સુરત DCP પિનાકીન પરમારે મારી વિરુધ્ધ ગુનો નોંધવા ધમકી આપી: પોલીસકર્મીના અપહરણ મુદ્દે DCP પાસે ગયા હતા