
Valsad: વલસાડના કપરાડામાં ચર્ચના પાદરીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, બિમાર રહેતી સગીર વયની પુત્રીને તેના માતાપિતા સારવાર કરવા દવાખાને લઈ જવાના બદલે ચર્ચમાં લઈ ગયા જ્યાં દર્દ મટાડી દેવાના બહાને પાદરીએ 14 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.પરિવાર પોતાની પુત્રીને દરગાહ સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ લઈ ગયા પણ ફેર ન પડતા ચર્ચમાં લઈ ગયા જ્યાં સારવારના બહાને પાદરીએ સગીરાને પીંખી નાખી હતી.
14 વર્ષની બિમાર સગીરાને સાજી કરવા માતાપિતા ચર્ચમાં લઇ ગયા!
વલસાડના પારડીમાં રહેતી 14 વર્ષની સગીરાની તબિયત ખરાબ રહેતી હોવાથી પરિવારે કપરાડાના આસલોણા ગામે રહેતા કથિત ચર્ચના પાદરી શંકર વળવી નામના વ્યક્તિના ત્યાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર માટે સગીરાના પરિવાર ત્રણ દિવસ રોકાયા હતા.
આ દરમિયાન આરોપી શંકરે સગીરાના પરિવારે જણાવ્યું કે, ‘તમારી દીકરીને સાજી થવામાં સમય લાગશે, એટલે જ્યારે તે સાજી થશે ત્યારે હું તેને મૂકી જઈશ.’ જેમાં આરોપીના કહેવાથી સગીરાને ત્યાં જ રાખીને જતાં રહ્યા હતા આ પછી એકલતાનો લાભ લઈને આરોપી તેને ડુંગર ઉપર લઈ ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.સગીરાએ આ અંગે પરિવારને જાણ કરતાં 181 અભયમની મદદ લઈ પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અંધશ્રદ્ધામાં ફસાયેલા પરિવારો માટે ચેવતણી રૂપ કિસ્સો
અંધશ્રદ્ધામાં ફસાયેલા પરિવારો માટે પણ આ ચેવતણી રૂપ કિસ્સો છે.બીમાર સગીરાને હોસ્પિટલમાં લઈ જવાને બદલે પરિવારજનો તેને દરગાહ અને ચર્ચમાં લઈ જઈ રહ્યા હતા.જ્યાં સારવારના બહાને નરાધમ પાદરીએ તેને પીંખી નાખતા તેની જિંદગી બરબાદ કરી નાખી છે.
આ પણ વાંચો:
UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ
UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ
PCB ચેરમેન નકવી બેશરમી ઉપર ઉતર્યા ! કહ્યું, “ટ્રોફી મારી મંજૂરી વગર ભારતને સોંપવામાં ન આવે !”








