વસ્ત્રાલ ઘટના ઈફેક્ટ: 100 કલાકમાં ગુજરાતના ગુંડાતત્વોની યાદી બનાવવા આદેશ

  • 1વસ્ત્રાલ ઘટના ઈફેક્ટ: 100 કલાકમાં ગુજરાતના ગુંડાતત્વોની યાદી બનાવવા આદેશ

અમદાવાદ વસ્ત્રાલમાં સામાન્ય નાગરિકો સાથે થયેલી મારપીટ પછી ગુજરાત સરકાર અને ગૃહવિભાગે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને યોગ્ય બનાવવા માટે એક એક્શનમાં આવી ગયા છે. આ આદેશ પછી રાજ્યભરના અસામાજિક તત્વોની મુશ્કેલીમાં વધારો થશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે 100 કલાકમાં રાજ્યભરના ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. તે ઉપરાંત આ આદેશનો ચૂસ્તપણે અમલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, વસ્ત્રાલમાં ડરનો માહોલ ઉભો કરનારાઓ સામે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. તમામ આરોપીઓના ઘર ઉપર બૂલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે, તો તેમને જાહેરમાં પોલીસ દ્વારા ખુબ જ ભયાનક રીતે માર માર્યો છે. જેના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો દર્શાવી રહ્યા છે કે ગુજરાતમાં એક નવી જ પ્રકારની સજા આપવામાં આવી રહી છે. આ સજા કોર્ટ-કચેરી દ્વારા નહીં પરંતુ સીધેસીધી પોલીસ અને રાજકિય નેતાઓ જ આપી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.

વસ્ત્રાલની ઘટના પછી રાજ્યમાં અસામાજિક ગુંડા તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિકાસ સહાય દ્વારા કરેલી એક ક્રાઈમ કોન્ફ્રન્સમાં પોલીસને વિવિધ સૂચનો આપવામાં આવ્યા છે. તે ઉપરાંત આ અસામાજિક તત્ત્વોની યાદીમાં કેવા તત્ત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

વિકાસ સહાયે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્ત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા, વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્ત્વોની યાદી તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

ગેરકાયદેસર દબાણો દૂર કરવા આદેશ

વિકાસ સહાયે પોલીસ બેડાને જણાવ્યું છે કે, રાજ્યમાં અસામાજિક કે માથાભારે તત્ત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવામાં આવવા જોઈએ. તે માટે સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરીને દબાણ દૂર કરવાના સૂચનો આપવામાં આવ્યા છે.

તે ઉપરાંત ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. આની વિકાસ સહાયે કહ્યું છે કે, આવા તોફાની તત્ત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

જામીન પણ થશે રદ્દ

વિકાસ સહાયે સમાજમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે જામીન લઈને સમાજમાં ફરી રહેલા આરોપીઓના જામીન રદ્દ કરાવવાની પણ સૂચના આપી છે. તેમણે પોલીસ બેડાને કહ્યું છે કે, જામીન ઉપર છૂટ્યા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં ફરીથી પકડાય તો જરૂરી કાર્યવાહી કરીને પાસા તેમજ તડીપાર જેવી અસરકારક જોગવાઇનો ઉપયોગ કરવો. તે ઉપરાંત ભાડૂઆત રજિસ્ટ્રેશન કરવા માટે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષકને સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

  • Related Posts

    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
    • August 7, 2025

    Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

    Continue reading
    Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ
    • August 7, 2025

    Surat: શ્રાવણ મહિનાથી શરુઆતથી જ સમગ્ર દેશમાં તહેવારોની રમઝટ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    • August 7, 2025
    • 3 views
    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    • August 7, 2025
    • 4 views
    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    • August 7, 2025
    • 9 views
    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    • August 7, 2025
    • 13 views
    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    • August 7, 2025
    • 19 views
    Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

    Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

    • August 7, 2025
    • 39 views
    Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના