
- અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાય ગયા હશે: ઋષિકેશ પટેલ
- ઠાકોર સમાજને સ્થાન નથી મળતું: વિક્રમ ઠાકોર
- ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર
Vikram Thakor Controversy: વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. ગુજરાતનાં જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોરે (Vikram Thakor) આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. ઉલ્લેખનીય છે કે આ મામલે અગાઉ ગેનીબેન ઠાકોરની (Geniben Thakor) પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે હવે સરકારે આ મામલે પ્રતિક્રિયા આપી છે.
ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે કલાકારોની કોઇ જ્ઞાતિ હોતી નથી. આ એકાએક ઉભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. કોઇ વ્યક્તિ વિશેષ કે કોઇ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો. અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાય ગયા હશે.
ઉલ્લેખનીય કે વિક્રમ ઠાકરોની નારાજગી પર ભાજપ સાંસ્કૃતિક સેલે પણ સ્પષ્ટ કહ્યું હતુ કે ‘આ કોઈ સરકારનો કાર્યક્રમ ન હતો, વ્યક્તિગત સબંધમાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું’.
આ પણ વાંચોઃ PAKISTAN: BLAએ કર્યો બીજીવાર હુમલો, પાકિસ્તાનના 90 સૈનિકોના મોતનો દાવો
આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death
આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ