Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ

Ahmedabad  priest Sucide News: અમદાવાદના નરોડા વિસ્તારના કુબેરનગર મંદિરના પૂજારીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે. મંદિર પરિસરમાં જ ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી છે. પૂજારીએ આપઘાત કરતા પહેલા  સુસાઈડ નોટ લખી હતી. બિલ્ડરો અને પોલીસના ત્રાસથી  આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા છે.   હવે તટસ્થ તપાસ થાય તેવી પૂજારીના પરિવારે માગ કરી છે.

મંદિર પરિસરમાં ગળાફાંસો 

કુબેરનગરમાં આવેલા સંતોષી માતાના મંદિરના મંદિરના પૂજારી મહેન્દ્ર માણીકરે (ઉં.વ.63)એ આજે વહેલી સવારે(16 માર્ચ ) આપઘાત કરી લીધો છે. મૃતક પૂજારીના પુત્ર બ્રિજેશભાઈએ આક્ષેપો કરતાં કહ્યું છે કે મંદિર તોડવા માટે છેલ્લા 4 વર્ષથી બિલ્ડરો ધમકીઓ આપતાં હતા. એટલું જ નહીં બિલ્ડરના કહેવાથી કોર્પોરેશનના અમુક અધિકારીઓ તેમજ પોલીસ પણ હેરાન કરતા હોવાનો આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. જોકે હવે પોલીસ યોગ્ય અને તટસ્થ તપાસ કરે તેવી માગ કરાઈ છે.

પૂજારીના પુત્રએ વધુમાં જણાવ્યું હતું કે, આ મંદિર અંગે કોર્ટમાં કેસ ચાલે છે. જો કે તેમ છતાં બિલ્ડરો ત્રાસ આપી જગ્યા ખાલી કરવવા ટોર્ચર કરતાં હતા. આ મંદિર તોડીને અહીં આવાસ યોજના બનાવવામાં આવવાની હતી. ગઇકાલે પણ બધાને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે, તમારી પાસે એક અઠવાડિયું છે. આ જગ્યા હવે ખાલી કરી દો. અમારી માત્ર એટલી માગ છે કે, મારા પિતાએ મંદિર બચાવવા માટે આ પગલું ભર્યું છે.

એક રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું છેકે, હું નરોડાનો જ રહેવાસી છું. મંદિરની નજીક જ મારું નિવાસ્થાન છે. નરોડાવાસીઓ માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર 1972 પહેલાનું છે. મૃતક અહીં મહંત હતા અને તેમના પિતાએ પણ અહીં પૂજા અને સેવા આપી હતી. તેમનું સમાધિ સ્થળ પણ અહીં હયાત છે. અમે ઇચ્છીએ છીએ કે આ મંદિર યથાવત રહે. આ મંદિર કોઇને નડતરરૂપ પણ નથી. બહુ જૂનું મંદિર હોવાથી તેને હટાવવામાં ન આવે તેવી અમારી માગ છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પને રિપોર્ટરનું માઈક મોં પર વાગ્યુ, ભ્રકુટીઓ ઉચી કરી શું કહ્યું? |Donald Trump News

આ પણ વાંચોઃ Anand: તબેલામાં શોર્ટ સર્કિટ, 3 પશુના મોત, આંકલાવમાં બની ઘટના

આ પણ વાંચોઃ Earthquake: કચ્છના ભચાઉમાં ફરી ભૂકંપ, 3.4 ની તીવ્રતાનો આંચકો

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 3 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 6 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 7 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?