Visavadar: આપ નેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ, શું પોલીસ ભાજપ માટે કરે છે?

 Visavadar:  ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસપ્રદ ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.ત્યારે અત્યારે સૌથી વધુ વિસાવદરમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં આપ પાર્ટી દ્વારા એક બાદ એક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પોલીસ પણ ભાજપ સાથે મળીને કામ કરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

આપ નેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ

આપનેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાના સામાચાર સામે આવ્યા છે. ભાજપના બોગસ મતદાન કરવા આવેલા લોકો સામે આપના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

બુથ એજન્ટને ઉપાડવા પ્રયત્ન

મળતી માહિતી મુજબ વિસાવદરના થુંબાળા ગામે 15 થી 20 બહારની ગાડીઓએ આવીને બોગસ કરવા પ્રયત્ન કર્યો અને બુથ એજન્ટને ઉપાડવા પ્રયત્ન કર્યો હોવાનો આપ નેતાઓએ આક્ષેપ કર્યો છે. ત્યારે આપનેતા પ્રવીણ રામ,રાજુભાઈ બોરખતરિયા, પિયુષ પરમાર અને કરણ બારોટે થુંબાળા ગામે જઈને પોલીસ સાથે બોલાચાલી કરી હતી.

પ્રવીણ રામે કર્યા આક્ષેપ  

પ્રવીણ રામે કહ્યુ કે, આપના કાર્યકરોને ગમે ત્યાંથી પોલીસ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા તો પછી ભાજપની બહારની 15 ગાડીઓ વિસાવદર વિધાનસભામાં ફરી રહી હોવા છતાં પોલીસ એમની અટક કરતી કેમ નથી ? તેવા સવાલ પણ પ્રવિણ રામે કર્યા હતા.   વિસાવદર પેટા ચૂંટણીમાં આપનેતા પ્રવીણ રામે પોલીસ તેમજ ભાજપના તાલુકા પંચાયતના સભ્યને આડેહાથ લીધા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે,ભાજપના લોકો સ્કૂલની અંદર ભાજપની કાપલીઓ આપી ભાજપને મત આપવા માટે પ્રેરિત કરતા હતા. આ ઘટના બાબતે બુથ એજન્ટએ લેખિતમાં ફરિયાદ કરી છે.

વિસાવદર અને કડી  3 વાગ્યા સુધીમાં  કેટલું મતદાન થયું ?  

વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં 3 વાગ્યા સુધીમાં  કેટલું મતદાન થયું તેના આંકડા સામે આવ્યા છે. જે મુજબ  વિસાવદરમાં 47.67% મતદાન અને કડીમાં 46.33% મતદાન થયું છે.

આ પણ વાંચો:

Gandhinagar: ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વાહન ચાલકોને હાલાકી

Gujarat By Elections 2025: કડી- વિસાવદર મતદાન મથકો પર કેમ થયો હંગામો? જાણો સમગ્ર મામલો

Pune Road Accident: મહારાષ્ટ્રના પુણેમાં ફરી ગોઝારો અકસ્માત, 8 લોકોના કમકમાટી ભર્યા મોત

Gujarat By Elections 2025: કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી: મતદાન શરૂ, મતદારોની લાઈન લાગી

Gujarat Weather Update: ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં રહેતા લોકો સાચવજો

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

    • March 22, 2026
    • 2 views
    Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

    PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

    • March 22, 2026
    • 6 views
    PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

    Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

    • March 22, 2026
    • 9 views
    Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!

    Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

    • March 22, 2026
    • 6 views
    Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

    Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

    • March 22, 2026
    • 5 views
    Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

    Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

    • March 22, 2026
    • 12 views
    Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”