Gujarat illegal infiltration: દેશની સરહદે છીंડા!, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું!

 Gujarat illegal infiltration: ગુજરાતમાંથી વારંવાર બાંગ્લાદેશીઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે સવાલએ થયા છે કે સરકાર ગેરકાયે ઘૂસતાં બાંગ્લાદેશી માટે છીંડા કેમ રાખે છે. કેમ કડક સુરક્ષા બંદોબસ્ત હોતો નથી. વિદેશી નાગરિકો આવીને દેશમાં ઘૂસી જાય તો સરકારનું સુરક્ષા તંત્ર શું કામનું? પકડે છે ત્યારે વાહ વાહીમાં ઉતરી જાય છે. ખરેખર ભારત કે ગુજરાતમાં ગેરકાયદેસર લોકો પકડાય તો તે દેશની સુરક્ષા સામે સવલો ઉભા કરે છે.

તાજેતરમાં અમદવાદના ચંડોળમાં 40 વર્ષ કરતાં વધુ સમયથી રહેતાં બાંગ્લાદેશીઓના ઘરો તોડી પાડ્યા. ત્યારે પણ લોકોએ સરકારને સવાલ કર્યા હતા કે આટલા વર્ષો સરકારે શું કર્યું?

હવે આજે( 19 જૂન, 20250  હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યુ કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર ગુજરાત પોલીસનો કડક કાર્યવાહી!એક મોટી કાર્યવાહીમાં, છેલ્લા 100 કલાકમાં ગુજરાત પોલીસે 200 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડ્યા છે! દેશનિકાલ માટે વધુ કાનૂની કાર્યવાહી ચાલુ છે .ઘુસણખોરો સામે કડક કાર્યવાહી કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન!

જો કે સંઘવીએ ખુલાસો નથી કર્યો આ બાંગ્લાદેશીઓ કઈ કઈ જગ્યાએથી મળી આવ્યા છે.

બાંગ્લાદેશીઓ ગુજરાતમાં ગેરકાયદેસર કઈ રીતે ઘૂસે!

છૂપી રીતે સરહદ પાર

બાંગ્લાદેશ-ભારત સરહદ, ખાસ કરીને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં, નદીઓ, જંગલો અને ખેતરો જેવા ભૌગોલિક પરિબળોને કારણે ઘૂસણખોરી માટે સંવેદનશીલ છે. ઘણા બાંગ્લાદેશીઓ રાત્રે અથવા ઓછી દેખરેખવાળા સરહદ વિસ્તારોમાંથી ગેરકાયદેસર પ્રવેશ કરે છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) રોકવાનો પ્રયાસ કરે છે. જોકે કોઈને કોઈ ગેરરીતીને કારણે વિદેશી લોકો દેશમાં ઘૂસવામાં સફળ થાય છે.

દલાલો અને ટ્રાફિકિંગ નેટવર્ક

ઘણીવાર જણાવવા મળ્યું છે કે  ઘૂસણખોરી માટે વ્યવસ્થિત દલાલોનું નેટવર્ક કામ કરે છે, જે બાંગ્લાદેશીઓને સરહદ પાર કરાવવા માટે નાણાં લે છે. આ દલાલો ઘણીવાર બોગસ દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ) પૂરા પાડે છે. ગુજરાત પોલીસે સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં આવા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

નકલી દસ્તાવેજો દ્વારા ઓળખ બનાવવી

ઘણા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર પ્રવેશ બાદ નકલી આધાર કાર્ડ, રેશન કાર્ડ અથવા મતદાર આઈડી બનાવીને ભારતીય નાગરિક તરીકે રહે છે. આ દસ્તાવેજો ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં રોજગાર મેળવવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં આવા કેસો નોંધાયા છે.

અસ્થાયી સ્થળાંતર 

કેટલાક બાંગ્લાદેશીઓ વિઝા (જેમ કે ટૂરિસ્ટ અથવા મેડિકલ વિઝા) પર ભારતમાં પ્રવેશે છે અને વિઝાની મુદત પૂરી થયા બાદ પણ રહી જાય છે. તેઓ ગુજરાત જેવા રાજ્યોમાં નોકરીઓ (જેમ કે બાંધકામ, ટેક્સટાઈલ, માછીમારી) મેળવીને સ્થાયી થાય છે.

સંબંધીઓ અને સામાજિક નેટવર્ક

ગુજરાતમાં પહેલેથી રહેતા બાંગ્લાદેશી સમુદાયો નવા આવનારાઓને આશ્રય અને રોજગાર આપે છે. આવા સમુદાયો અમદાવાદના ચંડોળા તળાવ, વટવા અથવા સુરતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.

ભૌગોલિક નિકટતા અને આર્થિક તકો: ગુજરાતની આર્થિક સમૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસ (ખાસ કરીને સુરત, અમદાવાદ, વડોદરા) બાંગ્લાદેશીઓને આકર્ષે છે. પશ્ચિમ બંગાળથી ગુજરાતનું અંતર ઓછું હોવાથી, સરહદ પાર કર્યા બાદ તેઓ ટ્રેન અથવા બસ દ્વારા ગુજરાત પહોંચે છે.

પોલીસની કાર્યવાહી

સરકાર કહે તેમ ગુજરાત પોલીસ અને BSF નિયમિતપણે ઘૂસણખોરી રોકવા માટે ઓપરેશન ચલાવે છે. ઉદાહરણ તરીકે, 2024-25માં સુરતમાં 300થી વધુ બાંગ્લાદેશીઓની ધરપકડ કરીને ડિપોર્ટ કરવામાં આવ્યા. પોલીસ નકલી દસ્તાવેજો બનાવતા નેટવર્ક પર પણ નજર રાખે છે.

જોકે તેમ છતાં ઘણા વિદેશીઓ ભારતમાં ઘૂસવામાં સફળ રહે છે. જેના આજે આપણે ઉદાહરણ જોઈ શકીે છીએ.

 

આ પણ વાંચો:

 Ahmedabad plane crash: સરકારનું ખરાબ દેખાય એટલે અસલી હીરો એવા ઘણાં નાગરિકોના નામ સરકાર જાહેર કરતી નથી

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Spitting in London: લંડનને ગુજરાતીઓએ પાન-મસાલાની પીચકારીઓ મારી બગાડ્યું!

Ahmedabad Plane Crash: વડાપ્રધાન અને ગૃહપ્રધાનના દાવાને 108ની વિગતો પડકારે છે 

Ahmedabad Plane Crash માં બચી ગયેલા રમેશ વિશ્વાસ તેના ભાઈની અંતિમ યાત્રામાં જોડાયો, સર્જાયા ભાવુક દ્રશ્યો

Ahmedabad Building Dangerous: અમદાવાદની આ બિલ્ડિંગો નોતરી શકે છે વિમાન દુર્ઘટનાઓ? કાર્યવાહી ક્યારે?

 Vadodara: સયાજી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી CCTV બંધ, સુરક્ષા પર સવાલો

Israel Iran War: યુદ્ધમાં અમેરિકા કૂદી પડ્યું!, ટ્રમ્પે સેનાને હુમાલની મંજૂરી આપી!

PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Israel-Iran War: ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, નાગરિકોને આપી આ સુચના

Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

 

 

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 3 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 3 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 4 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 6 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 12 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 13 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને