દિલ્હીને પાણી નહીં થાય વિતરણ, યમુના નદીનું પાણી ઝેરી, ચૂંટણી આવતાં જ પાણી કેમ પ્રદૂષિત થયું?

  • India
  • January 27, 2025
  • 2 Comments

Delhi: દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓએ સોમવારે પાણીમાં એમોનિયાના સ્તર અંગે ચૂંટણી પંચ(EC)ને રજૂઆત કરી છે.  તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણાથી દિલ્હીને પૂરા પાડવામાં આવતા પાણીમાં એમોનિયાનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ પાણી પુરવઠા પર અસર પડી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે હરિયાણા સરકારને મંગળવાર બપોર સુધીમાં આ મામલે અહેવાલ રજૂ કરવા કહ્યું છે.

પાણીને જાણી જોઈને પ્રદૂષિત કરવાનો આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ સંયુક્ત રીતે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ભાજપની હરિયાણા સરકાર પર દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા યમુનાના પાણીને જાણી જોઈને પ્રદૂષિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ  KATCH: આડા સંબંધમાં 25 વર્ષિય યુવાનની હત્યા, જાણો કારણ?

કેજરીવાલના ભાજપ પર પ્રહાર

AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ મુદ્દા પર ભાજપ(BJP) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે હરિયાણા સરકાર પર દિલ્હીના પાણી પુરવઠાને વિક્ષેપિત કરવા માટે યમુનાના પાણીમાં “ઝેર” ઉમેરવાનો આરોપ લગાવ્યો. હાલ પુરતુ યમુના નદીમાંથી દિલ્હીના લોકોને પાણી વિતરણ નહીં કરવામાં આવે.

લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ નથી

કેજરીવાલે આરોપ લગાવ્યો કે લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ નથી. ભાજપ પોતાનું ગંદુ રાજકારણ કરી દિલ્હીના લોકોને તરસ્યા રાખવા માંગે છે. તેઓ હરિયાણાથી મોકલવામાં આવી રહેલા પાણીમાં ઝેર ભેળવી રહ્યા છે. આ દૂષિત પાણી એટલું ઝેરી છે કે શુદ્ધિકરણ પ્લાન્ટથી પણ શુધ્ધ થતું નથી. ભાજપ દિલ્હીના લોકોનો સામૂહિક નરસંહાર કરવા માંગે છે. અમે આ નહીં થવા દઈએ.

આ પણ વાંચોઃ Waqf Bill: વિપક્ષના હોબાળા વચ્ચે JPCએ વકફ સુધારા Billને આપી મંજૂરી, 14 ફેરફારો કરાશે

Related Posts

BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?
  • August 8, 2025

પોલીસે બુધવારે ‘ઓપરેશન મહાકાલ’ હેઠળ કાનપુરના પ્રખ્યાત વકીલ અખિલેશ દુબેની ધરપકડ કરી હતી. BJP  નેતા રવિ સતીજાએ બુધવારે બપોરે 3 વાગ્યે અખિલેશ દુબે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ પછી…

Continue reading
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો
  • August 8, 2025

Manoj Tiwari Controversy: શ્રાવણ મહિનામાં હજારો ભક્તો કાવડ યાત્રા લઈને ભોલે બાબા પાસે પહોંચે છે અને આ વખતે ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપના સાંસદ મનોજ તિવારી પણ આ હજારો લોકો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

  • August 8, 2025
  • 2 views
BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

  • August 8, 2025
  • 4 views
Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 24 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 12 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

  • August 8, 2025
  • 17 views
Delhi Tubata  Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી!  સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

  • August 8, 2025
  • 14 views
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ