
Kolkata Gangrape Case: પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી ફરી ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી છે. કોલકાતાના પોશ વિસ્તાર રીજન્ટ પાર્કમાં 20 વર્ષીય યુવતી પર તેના જન્મદિવસ પર બે મિત્રો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બે મિત્રો પર કથિત સામૂહિક બળાત્કારનો આરોપ છે. આ ઘટના શુક્રવારે શહેરના દક્ષિણ બહારના ભાગમાં રીજન્ટ પાર્ક વિસ્તારમાં બની હતી. આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. સામૂહિક બળાત્કાર બાદ ગુમ થયેલા બે આરોપીઓની ઓળખ ચંદન મલિક અને દીપ તરીકે થઈ છે. દીપ એક સરકારી કર્મચારી હોવાનું કહેવાય છે.
જન્મદિવસની પાર્ટીમાં મહિલા પર સામૂહિક બળાત્કાર
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરિદેવપુરની રહેવાસી પીડિતાએ આરોપ લગાવ્યો છે કે શુક્રવારે તેનો જન્મદિવસ હતો ત્યારે આ ઘટના બની હતી અને તેનો મિત્ર ચંદન તેને જન્મદિવસ ઉજવવાના બહાને દીપના ઘરે લઈ ગયો હતો. આરોપી ચંદન અને દીપ પીડિતાને તેના ફ્લેટમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે રાત્રિભોજન કર્યું હતું. પિડિતાએ કહ્યું કે જ્યારે પાર્ટી પૂરી થઈ અને તે ઘરે પરત ફરવા માંગતી હતી, ત્યારે આરોપીએ તેને રોકી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો અને વારાફરતી તેના પર બળાત્કાર ગુજાર્યો.
આરોપીઓ છે ફરાર
સૂત્રોએ જણાવ્યું હતું કે પીડિતા શુક્રવારે રાત્રે ત્યાં બંધક બની હતી અને શનિવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ ભાગી જવામાં સફળ રહી હતી. ઘરે પરત ફર્યા બાદ પિડિતાએ તેના પરિવારના સભ્યોને ઘટના વિશે જાણ કરી, જેના પગલે શનિવારે સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે ફરાર આરોપીની શોધ શરૂ કરી છે.”
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની ચંદન સાથે ઘણા મહિનાઓ પહેલા મિત્રતા થઈ હતી. તેણે પોતાને દક્ષિણ કોલકાતાની એક મોટી દુર્ગા પૂજા સમિતિના વડા તરીકે ઓળખાવ્યો હતો. ચંદન દ્વારા જ તેનો દીપ સાથે પરિચય થયો હતો અને પછી ત્રણેય મિત્રો બન્યા અને એકબીજાના સંપર્કમાં હતા. બંને આરોપીઓએ તેને પૂજા સમિતિમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો
કોલકાતા રેપ-હત્યા કેસમાં કોર્ટે આપ્યો મોટો ચૂકાદોઃ દોષિત સંજય રોયને આજીવન કેદ
Bihar: બંધનું એલાન હતુ, તો ભાજપ વિરુધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કેમ કર્યો?, DEOએ શિક્ષિકાને નોટીસ આપી
ગુજરાતમાં ભારે વરસાદનો કહેર: ઈકો ગાડી અને શ્વાન પાણીમાં તણાયા | Gujarat Heavy Rain
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain
Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain
UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…








