
BRICS માં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા અન્ય દેશોનો સમાવેશ થાય છે. હવે આ દેશે પશ્ચિમી દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે નવા રોકાણ પ્લેટફોર્મની યોજનાઓ બનાવી રહ્યા છે. જોકે સવાલ એ છે કે ભારતને સતત એકલું પડવા મથતું ચીન ભારતને કેટલો સાથે આપશે. જો સાથે આપશે છેતરપીંડી તો નહીં કરને આ તમામ સવલો તો છે. જો કે તેમ છતાં BRICS માં સામેલ દેશો એક સાથે નવા રોકાણની માટે કવાયત શરુ કરી છે. તે કાગરગર નીવડશે તેવો પણ અનેક પ્રશ્નો છે.
JUST IN: BRICS to launch new investment platform tied to BRICS Bank. pic.twitter.com/zffn52rPOH
— BRICS News (@BRICSinfo) July 6, 2025
મળતી જાણકારી અનુસાર BRICS દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સભ્યો) નવું રોકાણ પ્લેટફોર્મ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. જે ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB) સાથે જોડાયેલું હશે. આનો હેતુ રોકાણ વધારવું અને પશ્ચિમી નાણાકીય સિસ્ટમ પર નિર્ભરતા ઘટાડવી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે આની જાહેરાત કરી, અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આનું સમર્થન કર્યું છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ નાણાકીય સ્વતંત્રતા વધારવી, ગ્લોબલ સાઉથમાં ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું અને રાષ્ટ્રીય ચલણમાં વેપારને સરળ બનાવવો છે. તેમાં એક ગેરંટી ફંડ પણ હશે, જે વર્લ્ડ બેંકની મલ્ટિલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સીની જેમ કામ કરશે, જેથી રોકાણનો ખર્ચ ઘટે અને જોખમ ઓછું થાય.
આ વિશે રિયો ડી જાનેરોમાં 17મી BRICS સમિટ (6-7 જુલાઈ, 2025)માં ચર્ચા થઈ, પરંતુ વિવિધ સભ્ય દેશોના હિતો અને જટિલ કામગીરીના પડકારોને કારણે પ્રગતિ ધીમી છે. કેટલાક સૂત્રો કહે છે કે વાતચીત અટકી ગઈ છે અને કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી. યુ.એસ.એ BRICS દેશોને ડૉલર બાયપાસ કરવા બદલ 100% ટેરિફની ધમકી આપી છે.
BRICSમાં નવા દેશોનો ઉમેરો?
BRICSમાં હાલમાં રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા આ ઉપરાંત, 2024 અને 2025માં BRICSનું વિસ્તરણ થયું, અને નીચેના નવા સભ્ય દેશો જોડાયા છે. જેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. આ દેશો BRICSના મુખ્ય સભ્યો છે, જે આર્થિક અને રાજકીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.
ટ્રમ્પની 10% ટેરિફ લગાવવાની ધમકી

BRICS ના નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે BRICS દેશો પર 10% ટેરિફ લગાવવાની ધમકી આપી છે, જો તેઓ યુ.એસ. ડૉલરને બદલે નવું BRICS ચલણ બનાવે અથવા અન્ય કોઈ ચલણને સમર્થન આપે તો. તેમણે કહ્યું કે BRICS દેશોએ ડૉલરને બદલે અન્ય ચલણનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો તેઓને 10% ટેરિફનો સામનો કરવો પડશે અને યુ.એસ. બજારમાં પ્રવેશ ગુમાવવો પડશે.
ટ્રમ્પે 2024માં 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી
ટ્રમ્પે 30 નવેમ્બર, 2024ના રોજ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે, “BRICS દેશો ડૉલરથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ હવે બંધ થશે. અમે આ દેશો પાસેથી ખાતરી માંગીએ છીએ કે તેઓ નવું BRICS ચલણ નહીં બનાવે અથવા ડૉલરને બદલે અન્ય કોઈ ચલણને સમર્થન નહીં આપે, નહીં તો તેઓને 100% ટેરિફનો સામનો કરવો પડશે અને અમેરિકન અર્થતંત્રમાં વેચાણની તક ગુમાવવી પડશે.” જોકે, BRICS દેશોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નવું સામાન્ય ચલણ બનાવવાની યોજના નથી રાખતા, પરંતુ તેઓ પોતાના રાષ્ટ્રીય ચલણોમાં વેપારને પ્રોત્સાહન આપવા અને ડૉલર પર નિર્ભરતા ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાએ પણ સ્પષ્ટ કર્યું કે BRICS ચલણ બનાવવાની કોઈ યોજના નથી.
Why India under Modi is regarded as a weak link & almost a Trojan horse in Brics pic.twitter.com/QfnSYrStyq
— Prashant Bhushan (@pbhushan1) July 7, 2025
આ પણ વાંચોઃ
Viral Video: ભેંસએ કોબ્રાને ચારો સમજી લીધો, પછી શું થયું?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ









