
- નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) ટેરિફની અસર વિશે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા મેક્સિકો, કેનેડા અને ચીન પર લાદવામાં આવી રહેલા ટેરિફ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું છે કે તેની પરોક્ષ રીતે ભારત પર અસર પડી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂઝ વેબસાઇટ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, “અમને ખબર નથી કે આપણી સાથે કંઈક થઈ શકે છે કે નહીં. મેક્સિકો, કેનેડા અને ચીન પર લાદવામાં આવેલા કોઈપણ ટેરિફની આપણા પર પરોક્ષ અસર પડી શકે છે.
તેણીએ કહ્યું, “હું કહી શકતી નથી કે તેની આપણા પર ખાસ અસર થશે કે નહીં. અમને ખબર નથી કે શું થવાનું છે. અમે આના પર નજર રાખીશું. આની આપણા પર શું અસર પડશે તે અમે અત્યારે કહી શકતા નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધી મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદ્યા છે અને ખૂબ જ ટૂંક સમયમાં યુરોપિયન યુનિયન પર ટેરિફ લાદવાની વાત કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની ભારત પર શું અસર થશે તે અંગે ભલે ખ્યાલ નહોય પરંતુ વર્તમાન સમયમાં શેરમાર્કેટમાં કડાકા પાછળ ટેરિફને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે ભારતીય શેર માર્કેટની નકારાત્મક ચાલ પાછળ અમેરિકા દ્વારા વધારવામાં આવેલ ટેરિફ જવાબદાર છે.
કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદ્યા પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ સોમવારે કેનેડા અને મેક્સિકો સાથે વાત કરશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે રવિવારે કેનેડા, ચીન અને મેક્સિકો પર ટેરિફની જાહેરાત કરી હતી.
હવે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, “તેઓ સોમવારે મેક્સિકો અને કેનેડાના નેતાઓ સાથે ટેરિફ પર વાત કરશે. અમેરિકા દ્વારા કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલ ટેરિફ મંગળવાર રાતથી અમલમાં આવશે.”
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે અમેરિકા પર ટેરિફ લાદવાની વાત કરી હતી.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના જવાબમાં કેનેડા પણ ટેરિફ લાદશે. તેમની સરકાર 155 અબજ ડોલરના અમેરિકી ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ લાદશે.
મેક્સિકોના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “અમે અમેરિકા સામે ટેરિફ સહિત બદલો લેવાના પગલાં પણ લઈશું.”
આ પણ વાંચો- ટ્રમ્પના એક નિર્ણયથી સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, ડૉલર સામે રૂપિયો ઓલ ટાઈમ લૉ