
- અમેરિકા પહોંચ્યા પછી પીએમ મોદીએ એક્સ-પોસ્ટ પર શું લખ્યું?
વોશિંગ્ટન, ડીસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની સત્તાવાર મુલાકાત માટે અમેરિકા પહોંચ્યા છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મુલાકાતનો સમાવેશ થાય છે. અધિકારીઓ સૂચવે છે કે આ સંવાદ મહત્વપૂર્ણ ભાગીદારીને મજબૂત અને આગળ વધારશે.
પીએમ મોદી અમેરિકાની ધરતી ઉપર ઉતરતા જ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે- “થોડા સમય પહેલા વોશિંગ્ટન ડીસી પહોંચ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અને ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આતુર છું. આપણા દેશો આપણા લોકોના લાભ અને આપણા ગ્રહના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.”
પીએમ મોદીની તુલસી ગબાર્ડ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ગયા છે. જ્યાં તેઓ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્લેર હાઉસ પહોંચ્યા છે. આ સમય દરમિયાન તેઓ ભારતીય સમુદાયને મળ્યા. પ્રધાનમંત્રી મોદી 12-13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
વિદેશ મંત્રાલયે પીએમ મોદીની અમેરિકાની મુલાકાતને લઈને એક્સ પર લખ્યું છે કે, ‘ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અધ્યાય.’ પીએમ મોદી સત્તાવાર કાર્યકારી મુલાકાતે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના મંત્રીમંડળના સભ્યો અને ઉદ્યોગના નેતાઓને મળશે:
અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકો પીએમ મોદીની આ મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. વોશિંગ્ટન ડીસીમાં લોકો પીએમનું સ્વાગત કરવા માટે એકઠા થઈ રહ્યા છે અને ‘વંદે માતરમ અને ભારત માતા કી જય’ના નારા લગાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા છે. તેમની અમેરિકા મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર થઈ રહી છે. અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળ માટે સત્તા સંભાળ્યા પછી પીએમ મોદીનો આ પહેલો અમેરિકા પ્રવાસ હશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ભારતીય સમુદાયના લોકો બ્લેર હાઉસની બહાર એકઠા થયા છે. તેઓ કડકડતી ઠંડીનો સામનો કરીને પણ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે બ્લેર હાઉસની બહાર એકઠા થયા હતા.
આ પણ વાંચો-Exam: 27 ફેબ્રુઆરીથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા: પરિક્ષા આપતાં પહેલા આટલું વાચવું જરુરી!