
- હાથ-પગ બાંધીને પરત લવાયેલા ભારતીયો વિશે અમેરિકન મીડિયામાં શું વાત થઈ રહી છે?
અમેરિકાથી દસ્તાવેજ વગરના 104 ભારતીય કામદારોને હાથ-પગમાં બેડીઓ પહેરાવીને મિલિટરી એરક્રાફ્ટથી મોકલવા પર અમેરિકન મીડિયામાં ખુબ જ વાત થઈ રહી છે.
ભારતીય સંસદમાં ગુરૂવારે વિપક્ષી પાર્ટીઓએ આને અપમાનજનક ગણાવ્યું હતું. જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં કહ્યું કે ભારત અમેરિકાને કહેશે કે લોકો સાથે માનવીય વ્યવહાર કરવામાં આવે.
ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે, “મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ડિયર ફ્રેન્ડ કહીને સંબોધિત કરે છે. તેવામાં બારતને આશા હતી કે તેને અમેરિકાથી પ્રવાસીઓને પરત લેવાની જાહેરાત કરી દીધી હતી, તેવામાં કોલંબિયા અને બ્રાઝીલની જેમ તેને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડશે નહીં. પરંતુ પરત ફર્યા પછી ભારતીય પ્રવાસીઓએ કહ્યું કે તેમણે 40 કલાક સુધી હાથકડીઓમાં રાખવામાં આવ્યા અને શૌચાલય સુધી જવા દેવામાં આવ્યા નહીં.”
ન્યૂયોર્ક ટાઈમ્સે નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસના એક પ્રવક્તાને પૂછ્યું કે શું બાળકો અને મહિલાઓને પણ હાથકડી લગાવીને લાવવામાં આવ્યા હતા? જોકે, અમેરિકન દૂતાવાસે પ્રશ્નનો જવાબ આપ્યો નહતો. પંજાબના સુખપાલ સિંહે 35 વર્ષના શેફ છે અને તેઓ જાન્યુઆરીમાં મેક્સિકો થઈને અમેરિકામાં પ્રવેશ્યા હતા.
ન્યૂયોર્ક ટાઈમ્સને સુખપાલના પિતા પ્રેમપાલ સિંહે કહ્યું, મારા પુત્ર સહિત બધાના હાથ અને પગમાં બેડિઓ પહેરાવેલી હતી. તેમના આસપાસ પુરૂષ હોય કે મહિલા બધાના હાથ અને પગમાં બેડીઓ હતી.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સરકારને પ્રશ્ન પૂછ્યું કે ભારતે પોતાના પ્લેન કેમ મોકલ્યા નહીં?
અમેરિકન ન્યૂઝ નેટવર્ક સીએનએને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, અમેરિકન મિલિટરી એરક્રાફ્ટ C-17 બુધવારે પંજાબના અમૃતસરમાં લેન્ડ થયા. આમાં વધારે ગુજરાત, પંજાબ અને મહારાષ્ટ્રના લોકો હતા. મનરિયાસત સિંહના 23 વર્ષના પિતરાઈ ભાઈ આકાશદીપ સિંહ સાત મહિના પહેલા અમેરિકા ગયા હતા. તે માટે તેમણે લગભગ 53 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ 53 લાખ રૂપિયા માટે તેમના પિતાએ પોતાની એક તૃતિયાંશ જમીન વેચી દીદી હતી. તે છતાં ઘરવાળા ખુશ છે કે આકાશદીપ સુરક્ષિત ઘરે પરત આવી ગયો છે.
આ પણ વાંચો- ટ્રમ્પ ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરી શકે તો મોદી સરકાર 63 બાંગ્લાદેશીઓને કેમ ન હાંકી શકે?
પાછા ફરનારાઓએ શું કહ્યું?
સીએનએનએ લખ્યું, “માત્ર ચાર વર્ષમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા છે. સરકારી આંકડા અનુસાર, 2018-19માં 8,027 ભારતીયો ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા અને 2022-23 સુધીમાં આ સંખ્યા વધીને 96,917 થઈ ગઈ. કુલજિંદર કૌરના પતિ હરવિંદર સિંહ ખેડૂત હતા અને એક એજન્ટને 40 લાખ રૂપિયા આપીને અમેરિકા પહોંચ્યા હતા.
“એજન્ટે તેને કહ્યું હતું કે તે 15 દિવસમાં અમેરિકા પહોંચી જશે.” પંજાબ છોડ્યા પછી હરવિન્દરે ટ્રક, બોટ, વાન અને વિવિધ પ્રકારના વાહનોમાં 10 મહિના સુધી વિવિધ દેશોમાં પ્રવાસ કર્યો. આખરે, 15 જાન્યુઆરીએ, તે મેક્સિકો થઈને અમેરિકા પહોંચ્યો. તેમની પત્ની કુલજિંદર કૌર કહે છે કે હરવિંદર મેક્સિકોથી અમેરિકા પહોંચતાની સાથે જ પાણી ખરીદવા ગયો અને પછી સેનાના જવાનોએ તેમને પકડી લીધા અને હવે તેમને પાછા ફરવું પડશે.
વોશિંગ્ટન પોસ્ટે તેના અહેવાલમાં લખ્યું છે કે, “ટ્રમ્પે લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.” પ્યુ રિસર્ચના 2022ના અહેવાલ મુજબ, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સૌથી વધુ સંખ્યા મેક્સિકો અને અલ સાલ્વાડોરથી છે અને તેમાં ભારત ત્રીજા નંબરે છે.
“અમેરિકામાં 7,25,000 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. તાજેતરના વર્ષોમાં, બિનદસ્તાવેજીકૃત ભારતીય કામદારોએ પણ કેનેડિયન સરહદ દ્વારા યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે. ગયા વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં યુએસ બોર્ડર પેટ્રોલ પોલીસે કેનેડિયન સરહદ પરથી 14 હજારથી વધુ ભારતીયોની ધરપકડ કરી હતી, જેઓ ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમેરિકામાં ભારતમાંથી આવેલા મોટાભાગના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પંજાબ અને ગુજરાતના છે.
વોશિંગ્ટન પોસ્ટે લખ્યું, “ભારત પહેલાથી જ ટ્રમ્પ વિશે સાવધ હતું. ભારત અમેરિકા સાથે ઊર્જા ભાગીદારી વધારવા માટે તૈયાર છે. ટ્રમ્પ પોતે પણ ઇચ્છે છે કે અમેરિકામાં તેલનું ઉત્પાદન વધે. ટ્રમ્પના શપથ ગ્રહણના બે દિવસ પછી ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે ભારત અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા તૈયાર છે. અગાઉ, અમેરિકાના બિડેન વહીવટીતંત્રને ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાની ચિંતા હતી. ભારતે પહેલાથી જ ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. ભારત અમેરિકામાં વધુ નિકાસ કરે છે અને ઓછી આયાત કરે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ ઇચ્છે છે કે અમેરિકાને વેપાર ખાધ ન થવી જોઈએ.
ટ્રમ્પ પહેલાથી જ ભારતની કથિત સંરક્ષણવાદી નીતિઓની ટીકા કરતાં રહ્યાં છે.
અમેરિકન મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગના એક ઓપિનિયન પીસમાં તેમના કોલમિસ્ટ એન્ડ મુખર્જીએ લખ્યું છે કે, “ભારતે પહેલા જ અમેરિકાને સંમતિ આપી દીધી હતી કે દસ્તાવેજ વગરના ભારતીય મજૂરોને પરત લેવામાં મદદ કરવા માટે તૈયાર છે.”
એન્ડી મુખર્જીએ લખ્યું છે કે, સ્વભાવિક છે કે ભારત સરકારે પોતાના ઘરમાં આ બાબતે શરમજનકનો સામનો કરવો પડ્યો. અમેરિકાથી ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને આવનારા દરકે વિમાન તે પ્રશ્ન પૂછશે કે મોદી સરકારે રેકોર્ડ સ્તર પર ક્યાં રોજગારના અવસર ઉભા કર્યા છે? કેમ મોટી સંખ્યામાં ભારતીય દુનિયાની સૌથી ઝડપી વધી રહેલી અર્થવ્યવસ્થાને છોડવા માટે આતુર છે? શું ભારતમાં તેમના માટે નોકરી નથી?
આ પણ વાંચો- શિવસેનાએ સામનામાં કહ્યું- “હવે વિશ્વગુરૂના ફુગ્ગામાં હવા રહી નથી”
એન્ડી મુખર્જીએ લખ્યું છે કે, મોદી સરકાર પહેલાથી જ અમેરિકાને ખુશ કરવામાં લાગી છે. પાછલા શનિવારે ભારતનો વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યો અને અનેક ઉત્પાદકો પરથી આયાત શુલ્કમાં કાપની જાહેરાત કરવામાં આવી.
બ્લૂમબર્ગના એક બીજા લેખમાં લખ્યું છે કે, “મોદી સરકાર અમેરિકન ચીજ-વસ્તુઓના આયાત પર ટેરિફમાં જેટલા કાપની વાત કરી રહી છે, તેનાથી અમેરિકાને 45.7 બિલિયન ડોલરના વેપાર ખાધના (ખોટ) તફાવત પર બહુ અસર નહીં પડે. ટ્રમ્પ એટલામાં માનશે નહીં. ટ્રમ્પ એલએનજી અને ડિફેન્સને લઈને મજબૂત ડિલ ઈચ્છે છે. ટ્રમ્પના શાસનમાં ભારતની વિદેશ નીતિનો સૌથી મોટો ડર તે છે કે અંતે ચીન અને અમેરિકા કોઈને કોઈ એક મુદ્દા ઉપર સાથે આવી જશે અને ભારતનું મહત્વ પાછળ છૂટી જશે.”
27 જાન્યુઆરીએ ટ્રમ્પે પીએમ મોદી સાથે ફોન ઉપર વાત કરી હતી. ટ્રમ્પે મોદીને કહ્યું હતુ કે ભારત અમેરિકન સુરક્ષા ઉપકરણ અને ખરીદે. ટ્રમ્પે તેવું પણ કહ્યું હતુ કે, અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર યોગ્ય રીતે થવો જોઈએ. એટલે કે ટ્રમ્પ ઈચ્છે છે કે વ્યાપાર ઘાટો અમેરિકાને થવો જોઈએ નહીં.
આ વાતચીતને લઈને થિંક ટેન્ક રેન્ડ કોર્પોરેશનમાં ઈન્ડો-પેસિફિક એનલિસ્ટ ડેરેક ગ્રોસમેને લખ્યું હતુ કે, ટ્રમ્પે મોદીને વ્હાઈટ હાઉસમાં આમંત્રિત કર્યા છે પરંતુ વ્યૂહાત્મક રણનીતિની ભાગીદારીને લઈને કેટલીક શરતો પણ સામે મૂકી દીધી છે. ટ્રમ્પે અમેરિકન સંરક્ષણ ઉપકરણ ખરીદવા ઉપર ભાર મૂક્યો છે અને દ્વિપક્ષીય વ્યાપારને સમતોલ કરવાનું પણ કહ્યું છે.
ટ્રમ્પ ઘણીવાર ભારતને ‘ટેરિફ કિંગ’ કહે છે. ટ્રમ્પે ઘણીવાર ભારતના વેપાર સરપ્લસનો મુદ્દો ઉઠાવ્યો છે. એનો અર્થ એ થયો કે ભારત અમેરિકામાં વધુ પૈસાની કિંમતનો માલ વેચે છે અને ઓછો ખરીદે છે.
ટ્રમ્પ હંમેશા કહેતા આવ્યા છે કે ભારત અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ઊંચા ટેરિફ લાદે છે.
પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે ભારતનો GSP દરજ્જો સમાપ્ત કરી દીધો હતો. આ અંતર્ગત, ભારતને તેના કેટલાક ચોક્કસ ઉત્પાદનો અમેરિકામાં ડ્યુટી ફ્રી નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો- Surat: બાળકના મોત બાદ જવાબદાર કાર્યપાલક ઈજનેર સહિત ચાર અધિકારીઓને નોટિસ