મિશમ મૌસમનો શુભારંભ કરતી વખતે PM મોદીએ કહ્યું- આજે તો આખું ગુજરાત ધાબે હશે

  • India
  • January 14, 2025
  • 0 Comments
  • મિશમ મૌસમનો શુભારંભ કરતી વખતે PM મોદીએ કહ્યું- આજે તો આખું ગુજરાત ધાબે હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગ (IMD) ના 150માં સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લઈ ‘મિશન મૌસમ’ના શુભારંભ કર્યો હતો. આ અવસર પર વડાપ્રધાન મોદીએ પોતાની મનપસંદ તહેવારનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે અમે આઈએમડીની 150 મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ 150 વર્ષ ન ફક્ત દેશના હવામાન વિભાગની યાત્રા છે, પરંતુ આપણાં દેશમાં ઉન્નત વિજ્ઞાન અને ટેક્નોલોજીની પણ યાત્રા છે. IMD એ 150 વર્ષમાં ન ફક્ત કરોડો ભારતીયોની સેવા કરી છે, પરંતુ નવી ઉપલબ્ધિ પણ હાંસલ કરી છે.

વડાપ્રધાન મોદી ભારતીય હવામાન વિભાગના 150માં સ્થાપના દિવસ સમારોહમાં આજે ભાગ લેતા દેશવાસીઓને મકર સંક્રાંતિની શુભકામના આપી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું ગુજરાતનો રહેવાસી છું તો મારો પ્રિય તહેવાર મકર સંક્રાંતિ હતો. આજે ગુજરાતના તમામ લોકો ધાબા પર હોય છે, આખો દિવસ મજા કરે છે. હું પણ ક્યારેક રહેતો હતો, ત્યારે ઘણાો શોખ હતો પરંતુ, આજે હું તમારી વચ્ચે છું. આજે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય ધીમે-ધીમે ઉત્તરની બાજુ ખસે છે. આપણે ત્યાં ભારતીય પરંપરામાં તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે.

આ વિશે વધુ વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, આ દિવસથી ખેતીવાડી માટે તૈયારીઓ શરૂ થઈ જાય છે અને ભારતીય પરંપરામાં તેને ખૂબ જ અગત્યની માનવામાં આવે છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ વિવિધ સાંસ્કૃતિક રંગોમાં તેની ઉજવણી કરવામાં આવે છે. હું આ અવસર પર તમામ દેશવાસીઓને મકર સંક્રાંતિ સાથે જોડાયેલી વિવિધ પર્વોની શુભકામના પાઠવું છું. 10 વર્ષ પહેલાં દેશના ફક્ત 10 ટકા ખેડૂતો અને પશુપાલકો હવામાન વિભાગ સાથે સંબંધિત સલાહનો ઉપયોગ કરી શકતા હતાં. આજે આ સંખ્યા 50 ટકા છે.

‘મિશન મૌસમ’ વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, હવામાન વિભાગની કાર્યક્ષમતાને વધારવા માટે કુદરતને કારણે થતી આપત્તિઓની અસર ઘટાડવાનું મહત્ત્વ પહેલાથી જ સમજી લીધું હતું. આઈએમડીના મૂળભૂત માળખાગત સુવિધા અને ટેક્નોલોજીમાં છેલ્લાં 10 વર્ષમાં અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સંશોધન અને નવીનતા એ નવા ભારતની ભાવનાનો એક ભાગ છે. ભારતને હવામાન માટે તૈયાર કરવા માટે અમે ‘મિશન મૌસમ’ શરૂ કર્યું છે.

વડાપ્રધાને પોતાની જૂની યાદો પણ તાજા કરી. તેઓએ કહ્યું કે, ’50 વર્ષ પહેલાં હું ગીરના જંગલમાં સમય પસાર કરવા ગયો હતો. ત્યાં સરકારના લોકો એક આદિવાસી બાળકને દર મહિને 30 રૂપિયા આપતા હતાં. મેં જ્યારે તેમને પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે, આ બાળકમાં એક વિશેષ પ્રકારનું સામર્થ્ય છે. જંગલમાં જો ક્યાંય પણ આગ લાગે છે, તો આ બાળકને જાણ થઈ જાય છે. એ આદિવાસી બાળકમાં એવી તાકત હતી કે, તે આગ વિશે જાણી લેતો.’

આ પણ વાંચો- બનાસકાંઠા: પાલનપુર નજીક અમીરગઢમાંથી પોલીસે ઝડપી પાડ્યો ₹22 લાખનો વિદેશી દારૂ

Related Posts

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યૂં, 3ના મોત, 15 ઘાયલ
  • August 7, 2025

Jammu-Kashmir: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં આજે એક મોટો અકસ્માત થયો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)થી ભરેલું એક બંકર વાહન ખીણમાં પડી ગયુ. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા છે.…

Continue reading
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
  • August 7, 2025

UP Crime: દેશમાં વારંવાર માનવ સમાજને ન શોભે તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના રામપુરથી પ્રકાશમાં આવી છે. સંબંધોની બધી હદો પાર કરીને એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યૂં, 3ના મોત, 15 ઘાયલ

  • August 7, 2025
  • 1 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યૂં, 3ના મોત, 15 ઘાયલ

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 15 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 9 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 28 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 17 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 28 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો