
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ, ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પાછા મોકલવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. ભારત સરકારે સંકેત આપ્યો છે કે તે તેના તમામ નાગરિકોની ઓળખ કરીને તેમને પાછા લાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે મળીને કામ કરશે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. અમેરિકામાં લગભગ 18,000 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરવામાં આવી છે, જેમને ઘરે પાછા મોકલવાના છે. ટ્રમ્પે પોતાના કાર્યકાળના પહેલા દિવસે જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે ટ્રમ્પ કડક
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં ઇમિગ્રેશનને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. સોમવારે તેમના શપથગ્રહણના કલાકોમાં જ, નવા રાષ્ટ્રપતિએ તે વચન પૂર્ણ કરવા માટે પગલાં લીધાં. ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા જન્મથી અમેરિકન નાગરિકતા સમાપ્ત કરવાનો અને યુએસ-મેક્સિકો સરહદ પર સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આગમન પછી, ભારતે સહકારી વલણ બતાવવાનો પ્રયાસ કર્યો છે.
બદલામાં ભારતને શું મળશે?
સહયોગના બદલામાં, ભારતને આશા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતીય નાગરિકો દ્વારા યુએસમાં પ્રવેશ માટે ઉપયોગમાં લેવાતા કાનૂની પગલાં, જેમ કે વિદ્યાર્થી વિઝા અને H-1B વિઝા કાર્યક્રમનું રક્ષણ કરશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે ‘સ્થળાંતર અને ગતિશીલતા પર ભારત-અમેરિકા સહયોગના ભાગ રૂપે, બંને પક્ષો ગેરકાયદેસર સ્થળાંતરને રોકવાની પ્રક્રિયામાં કામ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Release of Fishermen: પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોની મુક્તિ માટે વડાપ્રધાનને રજૂઆત