શું પાછલા વર્ષોમાં ઊંટ જોવા મળશે નહીં? એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • India
  • December 23, 2024
  • 0 Comments

રાજસ્થાનમાં રણના જહાજ તરીકે ઓળખાતા ઊંટોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઊંટોની ઘટતી સંખ્યાને જોતા વર્ષ 2014માં તેમને રાજ્ય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજસ્થાન પ્રવાસન વિકાસ નિગમના લોગોમાં ઊંટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ઊંટોના સંરક્ષણ માટે નીતિ અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ દુ:ખની વાત એ છે કે, હજુ પણ ઊંટોની સંખ્યા સતત ઘટી રહી છે.

રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માની સરકારે ઊંટના સંરક્ષણ માટે કેમલ કન્ઝર્વેશન ડેવલપમેન્ટ મિશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મિશન અંતર્ગત પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ ગામડાઓમાં જઈને રાજ્ય સરકારની યોજનાઓ વિશે પશુપાલકોને માહિતી આપશે અને તેનો લાભ આપશે. આ સાથે ઊંટ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રયાસો કરશે.

સીએમ શર્માએ રણ વિસ્તારોમાં ઊંટના સંરક્ષણ પર વિશેષ ભાર મૂક્યો છે. ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના સચિવ અલકા ઉપાધ્યાયે પણ ઊંટોની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમના સંરક્ષણ પર ભાર મૂક્યો છે. બિકાનેરમાં ગયા શનિવારે આયોજિત ઊંટના દૂધ પર એક વર્કશોપમાં બોલતા ઉપાધ્યાયે જણાવ્યું કે, રાષ્ટ્રીય પશુધન મિશનને ગોચર જમીનના સંરક્ષણ અને ઊંટ ઉછેરવા માટે વિશેષ સહાય પૂરી પાડવી જોઈએ.

રાજ્યમાં છેલ્લા બે દાયકામાં ઊંટોની સંખ્યામાં આશરે 40 ટકાનો ઘટાડો થયો છે. ઊંટ એક સાથે 150 લિટર પાણી પીવા માટે સક્ષમ પ્રાણી તરીકે ઓળખાય છે. તેમજ એક અઠવાડિયા સુધી પાણી વિના જીવી શકે છે. ગત વર્ષ 2012માં હાથ ધરવામાં આવેલી પશુ ગણતરીમાં રાજ્યમાં ઊંટની સંખ્યા 3 લાખ 26 હજાર હતી, ત્યારબાદ વર્ષ 2019માં ઊંટની સંખ્યા 2 લાખ 13 હજાર હતી અને હવે ઘટીને 2.25 લાખની આસપાસ થઈ ગઈ છે.

છેલ્લા એક દાયકાથી ખેડૂતો ખેતીમાં ઊંટને બદલે આધુનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ લોકો ઊંટનો ઉપયોગ ગાડીમાં એટલે કે પરિવહનના સાધન તરીકે કરતાં હતા. પરંતુ હવે વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે. અગાઉ રાજસ્થાનમાં વધુ રણ હતા, પરંતુ હવે ગામડે ગામડે રસ્તાઓનું નેટવર્ક વિસ્તર્યું હોવાથી ઊંટનો ઉપયોગ ઘટી ગયો છે.

Related Posts

Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ
  • May 7, 2026

By: પરાકલા પ્રભાકર Democratic Republic Crisis: આ વિધાનસભા ચૂંટણીઓએ લોકોને એ વિચારવા પર મજબૂર કરી દીધા છે કે ચૂંટણીઓ અને અદાલતો હવે કોઈ ઉપાય નથી. ભારતની કલ્પના (Idea of India)…

Continue reading
Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’
  • May 6, 2026

Punjab Bomb Blast: પંજાબના જલંધર અને અમૃતસરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધમાકાએ માત્ર સરહદી રાજ્યની સુરક્ષા જ નહીં, પરંતુ રાજ્યના રાજકારણમાં પણ ભૂકંપ લાવી દીધો છે. આ ઘટના બાદ આશ્ચર્યજનક રીતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

  • May 7, 2026
  • 2 views
Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

  • May 7, 2026
  • 6 views
Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ

  • May 7, 2026
  • 5 views
Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

  • May 6, 2026
  • 15 views
Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

  • May 6, 2026
  • 9 views
Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

  • May 6, 2026
  • 19 views
Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય