શું ભારત-ચીન LACનો વિવાદ ઉકેલાઇ જશે? અજીત ડોભાલની ચીન મુલાકાત ઉપર વિશ્વની નજર

  • World
  • December 16, 2024
  • 0 Comments

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ આવતીકાલે ચીન સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) અંગે વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત કરવા ચીન જઈ રહ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન સરહદને લઈને આ બેઠક 17 અને 18 ડિસેમ્બરે યોજાશે. આ દરમિયાન ડોભાલ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ચર્ચા કરશે.

આ મુલાકાતને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદના ઉકેલની દિશામાં એક મોટા પગલાં તરીકે જોવામાં આવી રહી છે.

ગલવાન અથડામણ બાદ પ્રથમ બેઠક

ગલવાન અથડામણ બાદ આ વિશેષ પ્રતિનિધિ સ્તરની પ્રથમ બેઠક થશે. બંને દેશો વચ્ચે છેલ્લે આ પ્રકારની ચર્ચા ડિસેમ્બર, 2019માં થઈ હતી. જૂન, 2020માં ગલવાન ખીણમાં અથડામણ બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો બગડ્યા હતાં. ઉચ્ચસ્તરીય વાર્તાના પરિણામોથી આગામી કોર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચાનો માર્ગ મોકળો બનશે.

દિલ્હીમાં બેઠક બાદ થઈ રહી છે પ્રથમ મુલાકાત

નવી દિલ્હીમાં આયોજિત વર્કિંગ મિકેનિઝ્મ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન બેઠક દરમિયાન બંને દેશોની ચર્ચા કરવાની સહમતિ સંધાઇ હોવાના કારણે ચીન સાથે ભારતની બેઠક શક્ય બની શકી છે. આ બેઠકમાં શાંતિપૂર્ણ સમાધાન થવાના નવા માર્ગો ખૂલશે, તેમજ સ્થિરતા પણ વધવાનો સંકેત રાજકીય વિશ્લેષકો આપી રહ્યા છે.

એએલસી પર પેટ્રોલિંગ પર મહત્ત્વના કરાર

ભારત અને ચીન વચ્ચે ઓક્ટોબરમાં જ LAC પર પેટ્રોલિંગને લઈને એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર હેઠળ, એલએસી પર બધું જૂન 2020 પહેલા જેવું જ હશે. જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ અહીં તણાવ હતો. એવી ઘણી જગ્યાઓ હતી જ્યાં પેટ્રોલિંગ બંધ થઈ ગયું હતું.

LAC પર પાંચ સ્થળોએ ભારત અને ચીન વચ્ચે અથડામણ- ડેપસાંગ, ડેમચોક, ગલવાન વેલી, પેંગોંગ ત્સો અને ગોગરા હોટ સ્પ્રિંગ. 2020 પછી અનેક રાઉન્ડની વાતચીત બાદ બંને દેશોની સેનાઓ ગલવાન વેલી, પેંગોંગ ત્સો અને ગોગરા હોટ સ્પ્રિંગમાંથી પીછેહઠ કરી હતી. જો કે, ડેપસાંગ અને ડેમચોકમાં સૈનિકો તૈનાત હોવાથી સંઘર્ષનો ભય હતો. પરંતુ હવે સમજૂતી બાદ ભારત અને ચીનની સેના પાંચ જગ્યાએથી હટી ગઈ છે.

પહેલાની જેમ અહીં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ડેપસાંગમાં પેટ્રોલિંગ ભારતના દૃષ્ટિકોણથી પણ મહત્વનું છે કારણ કે કારાકોરમ પાસ પાસે દૌલત બેગ ઓલ્ડી પોસ્ટથી 30 કિલોમીટર દૂર છે. ટેકરીઓ વચ્ચે એક સપાટ વિસ્તાર પણ છે, જેનો ઉપયોગ લશ્કરી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. જ્યારે ડેમચોક સિંધુ નદી પાસે આવે છે. જો અહીં ચીનનો અંકુશ હોત તો ઉત્તર ભારતના રાજ્યોમાં પાણી પુરવઠાને અસર થવાનો ભય હતો.

ભારત-ચીનનો બોર્ડર વિવાદ

ભારત અને ચીન 3,488 કિલોમીટર લાંબી બોર્ડર શેર કરે છે. તેને વિશ્વની સૌથી લાંબી વિવાદિત સરહદ પણ કહેવામાં આવે છે. આ સરહદ ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલી છે – પૂર્વીય, મધ્ય અને પશ્ચિમ. લદ્દાખ પશ્ચિમી ક્ષેત્રમાં આવે છે. ભારત અને ચીન વચ્ચે કોઈ સત્તાવાર સરહદ નથી અને તેનું કારણ ખુદ ચીન છે અને તેના કારણે વિવાદનો કોઈ ઉકેલ શોધી શકાતો નથી.

ચીન અરુણાચલ પ્રદેશની 90 હજાર ચોરસ કિલોમીટર જમીન પર દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે. એ જ રીતે, 2 માર્ચ, 1963ના રોજ થયેલા કરાર હેઠળ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં 5,180 ચોરસ કિલોમીટર જમીન ચીનને આપી હતી. જ્યારે ચીન લદ્દાખના 38 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં પહેલાથી જ ગેરકાયદેસર કબજો કરી રહ્યું છે. આમ 43,180 ચોરસ કિલોમીટર જમીન પર હજુ પણ વિવાદ છે.

Related Posts

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!
  • March 20, 2026

Iran War : ઈરાનને બરબાદ કરવા ઈઝરાયેલે તેના ગેસ અને તેલ ભંડારો ઉપર કરેલા હુમલા બાદ હવે ઈરાને કતાર-સાઉદી-ઈઝરાયેલના ઉર્જા કેન્દ્રો ઉપર વળતા હુમલા શરૂ કરી દેતા દુનિયાભરમાં ગેસ અને…

Continue reading
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!
  • March 19, 2026

Iran War Updates: ઈરાન- ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે આખી દુનિયાને નડવાનું છે તેનું કારણ છે ઊર્જા ક્ષેત્ર ખતમ કરવાના થઈ થઈ રહેલા પ્રયાસો. ઈરાન વોર દરમિયાન અત્યાર સુધી માત્ર સૈન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 6 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 16 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!