શું મહારાષ્ટ્ર ભાજપમાં બળવો થશે? ગોપીનાથ મુંડેની પુત્રીની અપ્રત્યક્ષ ધમકી

  • India
  • February 10, 2025
  • 1 Comments
  • શું મહારાષ્ટ્ર ભાજપમાં બળવો થશે? ગોપીનાથ મુંડેની પુત્રીની અપ્રત્યક્ષ ધમકી

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ શરુ થઈ ગઈ છે. ભાજપના સ્વર્ગસ્થ નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેએ એમ કહીને રાજકરણ ગરમ કરી દીધું છે કે, ‘જો મારા પિતાના સમર્થકો ભેગા થઈ જશે તો તેઓ એક નવી રાજકીય પાર્ટી બનાવી શકે છે.’

રવિવારે નાસિકમાં સ્વામી સમર્થ કેન્દ્ર ખાતે એક કાર્યક્રમમાં પંકજા મુંડેએ સંબોધન દરમિયાન આ નિવેદન આપ્યું હતું. આ વાત તેના પિતા ગોપીનાથ મુંડેને સન્માન આપવાની એક વાત હતી અને આ સાથે તેમણે ભાજપને અપ્રત્યક્ષ રીતે ચેતવણી પણ આપી દીધી છે. તેમના આ નિવેદનથી મહારાષ્ટ્રના રાજકરણમાં અનેક અટકળો શરુ થઈ ગઈ છે.

પંકજા મુંડેની બળવાની આડકતરી ચીમકી

પંકજા મુંડેએ આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ‘લોકો માત્ર ગોપીનાથ મુંડેની પુત્રી હોવાને લીધે મારી સાથે નથી જોડાતા પરંતુ તેઓ મારા પિતાના ગુણ અને તેમના પ્રેમને કારણે મારી સાથે જોડાય છે.’

આ પણ વાંચો- મહારાષ્ટ્રના રાજકારણમાં કેમ થવા લાગી છે હલચલ? ફડણવીસ-ઉદ્ધવ વચ્ચે બંધ બારણે બેઠક

પંકજા મુંડેના નિવેદનથી ખ્યાલ આવી રહ્યો છે કે તે તેમના પિતાના રાજકીય વારસાને કેટલી ગંભીરતાથી લે છે અને તેમને લાગે છે કે તેમના સમર્થકો હજુ પણ એક થઈ શકે છે અને એક મુખ્ય રાજકીય પાર્ટી બનાવી શકે છે. તેમણે કહ્યું કે, ‘ગોપીનાથ મુંડેને પ્રેમ કરનારા લોકોની એક પાર્ટી છે. ગોપીનાથ મુંડે ભાજપની સ્થાપના થઈ ત્યારથી જ તેની સાથે કામ કર્યું હતું.’

જોકે, હજુ સુધીમાં ભાજપના નેતાઓએ પંકજા મુંડેના આ નિવેદનની સત્યતા અને તેની પાછળના હેતુ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. પાર્ટી તરફથી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા આવી નથી, જેના કારણે મામલો વધુ રહસ્યમય બની ગયો છે.

પંકજા મુંડેના આ નિવેદન પછી મહારાષ્ટ્રની રાજકીય દિશા કઈ તરફ વળશે અને શું આ માત્ર એક નિવેદન છે કે તેની પાછળ કોઈ ઊંડું રાજકારણ છુપાયેલું છે તે જોવું રસપ્રદ રહેશે!

આ પણ વાંચો- મહેસાણાથી ઝડપાયો લોરેન્શ બિશ્નોઈનો શાર્પ શૂટર

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 4 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 6 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 7 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 9 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો