મહારાષ્ટ્રના રાજકારણમાં કેમ થવા લાગી છે હલચલ? ફડણવીસ-ઉદ્ધવ વચ્ચે બંધ બારણે બેઠક

  • India
  • February 10, 2025
  • 2 Comments
  • મહારાષ્ટ્રના રાજકારણમાં કેમ થવા લાગી છે હલચલ? ફડણવીસ-ઉદ્ધવ વચ્ચે બંધ બારણે બેઠક

મહારાષ્ટ્રની ચૂંટણી પાછલા કેટલાક સમયથી સવાલોના ઘેરા છે. મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન માત્ર પાંચ મહિનામાં 39 લાખ વોટર વધી જવાનો મુદ્દો રાહુલ ગાંધી પ્રેસ કોન્ફ્રન્સ કરીને ઉઠાવ્યો હતો. તે ઉપરાંત મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન સાંજે 6 વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં એક કલાકમાં 76 લાખ વોટિંગ થવાનો મામલો પણ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. આ બાબતે પણ મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી ઉપર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે તો બીજી તરફ ચૂંટણી પંચની વિશ્વસનિયતા ઉપર પણ આંગળીઓ ઉઠી રહી છે. 

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ શરુ થઈ ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ છે. આ બંને દિગ્ગજોની મુલાકાત એટલા માટે પણ ખાસ હતી, કારણ કે દેવેન્દ્ર ફડણવીસ ખુદ રાજ ઠાકરેના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા હતા.

અડધા કલાક સુધી શું થઈ વાતચીત?

આજે સવારે લગભગ 9:30 વાગ્યે ફડણવીસ રાજ ઠાકરેના નિવાસસ્થાન ‘શિવતીર્થ’ પહોંચ્યા હતા. આ મુલાકાતનું કારણ હજુ પણ રહસ્ય છે. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક અડધા કલાકથી વધુ સમય સુધી ચાલી. આ દરમિયાન મનસે નેતા સંદીપ દેશપાંડે અને બાલા નંદગાંવકર પણ હાજર હતા.

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની નારાજગી અને તેને લગતી અન્ય રાજકીય ચર્ચાઓની પૃષ્ઠભૂમિમાં આ બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મુલાકાને ગણાવી ઔપચારિક

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સવારે 11:00 વાગ્યે દાદરના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા તે પહેલાં તેમણે રાજ ઠાકરે સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે આ પહેલી મુલાકાત છે. જોકે, આ મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવવામાં આવી છે.

રાજ ઠાકરે સાથે મુલાકાત બાદ શું બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ?

ભાજપ વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડે જણાવ્યું કે, રાજ ઠાકરેએ સીએમ ફડણવીસને મુંબઈના દાદર વિસ્તારમાં શિવાજી પાર્ક નજીકના તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. આ બેઠક અંગે વધુ કોઈ માહિતી આપી નથી. જોકે, બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ રાજકીય મુલાકાત નહોતી.

 તાજેતરમાં જ મનસેની એક રેલીમાં રાજ ઠાકરેએ EVM પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે અજિત પવારના મોટી સંખ્યામાં ધારાસભ્યો ચૂંટાવા પર પણ શંકા વ્યક્ત કરી હતી. એવી જ રીતે તેમણે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. આ બેઠકનું ખાસ મહત્વ છે. જોકે, બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક ચૂંટણીમાં રાજ ઠાકરે અને ભાજપ એક સાથે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો- ‘ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ’માં ગાળોની ભરમાર; નોંધાયો પોલીસ કેસ

  • Related Posts

    Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી
    • August 5, 2026

    Jantar Mantar Protest Terror Plot: પંજાબ પોલીસે કથિત રીતે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઈશારા પર આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાના એક સંભવિત નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. અમૃતસર પોલીસના…

    Continue reading
    Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા
    • August 5, 2026

    Youth Protest India: 1. યુવાનોનો રોષ કેમ વધ્યો? દેશમાં છેલ્લા કેટલાક સમયથી પ્રવેશ પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના બનાવોએ લાખો વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ઉભો કર્યો છે. અનેક જગ્યાએ વિદ્યાર્થીઓએ રસ્તા પર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

    • August 5, 2026
    • 1 views
    Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

    Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

    • August 5, 2026
    • 5 views
    Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

    Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

    • August 5, 2026
    • 7 views
    Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    • August 4, 2026
    • 7 views
    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    • August 4, 2026
    • 7 views
    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    • August 4, 2026
    • 10 views
    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ