ચાઇનીઝ દોરીનો શિકાર બન્યા યુવક-યુવતિ; વધુ એક પરિવારનો છીનવાયો આધાર

ઉત્તરાયણના તહેવારની હજુ ઘણા દિવસો બાકી છે. ત્યારે બજારોમાં ક્યાંક ને જ્યાક ચાઈનીઝ દોરીનું વેચાણ ખાનગી રીતે ચાલી રહ્યું છે. આ ઘાતક ચાઈનીઝ દોરીના કારણે છેલ્લા 20 દિવસમાં મહેસાણા તાલુકાના આંબલિયાસણ ગામના રેલવે ઓવર બ્રિજ પર ઘાતક દોરીના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકો ભોગ બન્યા છે. એક યુવકનું તો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કાલે વધુ એક યુવતીને દોરી વાગતા ઘાયલ બની છે.

મહેસાણાના અંબલિયાસણ ગામના નજીક આવેલ રેલવે ઓવર બ્રિજ પર ગઈ કાલે સીમા પટેલ નામની યુવતી પોતાના પિયર થી સાસરી જવા નીકળી હતી એ દરમિયાન બ્રિજ પર ઘાતક દોરી ગળામાં આવી જતા તેઓનું ગળું કપાયું હતું ને એક્ટિવા પરથી નીચે પડી જતા ઇજા પામ્યા હતા.બાદમાં તાત્કાલિક તેઓને સારવાર માટે ખસેડવામાં આવતા તેઓનો જીવ બચ્યો હતો.

સીમા બહેને પોતાના ગળામાં પહેરેલ કંઠીમાં ઘાતક દોરી વીંટાઈ તૂટી જતા તેઓની નસ કપાતા બચી ગઈ હતી.આમ આંબલિયાસન ગામમાં માત્ર વિસ દિવસ દરમિયાન ઘાતક દોરીના કારણે ત્રણ લોકો ને ઇજા પહોંચી હતી.જેમાં થોડા દિવસ અગાઉ એક બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

વારાણસીમાં દોરીના કારણે એક યુવકે ગુમાવ્યો જીવ

ચાઈનીઝ દોરીએ વધુ એકનો ભોગ લીધો છે. વારાણસીના ચોકાઘાટ-લહરતારા ફ્લાયઓવર પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની લપેટમાં આવી જવાથી બાઈક સવાર યુવકનું મોત થઈ ગયું છે. બે અન્ય ઘટનાઓમાં વાહન સવાર ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આદમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કજ્જાકપુરામાં રહેતા રાજેશ શર્માનો દીકરો વિવેક શર્માનું મામાનું ઘર લહરતારા છે. મંગળવારે નાનાની પુણ્યતિથિ હતી. તેમાં સામેલ થવા માટે માતા શ્યામા દેવી અને બહેન સોનમ સાથે જવા નીકળ્યો હતો બપોરે 2:30 વાગ્યે માતા અને બહેનને બાઇક પર લઈને મારા મામાના ઘરે જવા નીકળ્યો હતો.
દોરી ગળામાં ફસાઈ ગઈ

તે ચોકઘાટ ફ્લાયઓવર પર ચઢીને થોડા અંતરે પહોંચ્યો ત્યારે તેના પર ચાઈનીઝ દોરી પડી. દોરી તેના ગળામાં ફસાઈ ગઈ કારણ કે તેણે હેલ્મેટ નહોતું પહેર્યું. વિવેક કંઈ સમજે તે પહેલા તો દોરીએ તેનું ગળું કાપી નાખ્યું હતું. થોડે દૂર ગયા બાદ તે બાઈક સાથે ફ્લાયઓવર પર પડી ગયો. તેને લોહીથી લથપથ જોઈને માતા અને બહેનના હોશ ઉડી ગયા.

ચાઈનીઝ દોરીએ વધુ એક પરિવારનો આધાર છીનવી લીધો

તેમની ચીસો સાંભળીને ત્યાંથી પસાર થતા કેટલાક લોકો થંભી ગયા. વિવેકને તાત્કાલિક ઉઠાવીને લહરતરા કેન્સર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તેની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેને BHUના ટ્રોમા સેન્ટરમાં રીફર કર્યો પરંતુ ત્યાં પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આમ ચાઈનીઝ દોરીએ વધુ એક પરિવારનો આધાર છીનવી લીધો છે.

વધારે લોહી વહી જવાના કારણે મૃત્યુ થયું

આ ઘટનાથી પરિવારજનોમાં કોહરામ મચી ગયો છે. પિતા સહિત સંબંધીઓ અને પરિચિતો BHU પહોંચ્યા હતાં. તબીબોના જણાવ્યા અનુસાર તેને ચાઈનીઝ દોરીથી ગરદનમાં ગંભીર ઈજા પહોંચી હતી. વધારે લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. બીજી ઘટનામાં લેબ ઓપરેટર સજ્જન કુમાર ચાઈનીઝ દોરીથી જ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 17 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર