Karnataka Accident: સ્લીપર કોચ બસ સામે અચાનક ડિવાઈડર કૂદી ટ્રક આવી ગયો! સળગતી બસમાં 17 મુસાફરોના કરુણ મોત

  • India
  • December 25, 2025
  • 0 Comments

Karnataka Accident: કર્ણાટકના હિરિયૂર તાલુકા હદ વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક આજે(ગુરુવારે) સવારે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 17 લોકોના કરુંણ મોત થયાના અહેવાલ છે, સ્લીપર બસ અને ટ્રક સામસામે ભટકાતા બસમાં આગ ફાટી નીકળતા મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.

સ્થળ ઉપરથી મળી રહેલી વિગતો અનુસાર ટ્રક હિરિયૂરથી બેંગલુરુ તરફ જઈ રહી હતી ત્યારે ટ્રક ચાલકે ટ્રક ઉપરથી કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી જતા સામેથી રોડ ઉપર આવી રહેલી સ્લીપર બસ કે જે બેંગલુરુથી શિવમોગ્ગા જઈ રહી હતી તેની સાથે ધડાકાભેર અથડાતા સ્લીપર કોચ બસ તરતજ સળગી ઉઠી હતી ગોળામાં ફેરવાઈ ગયેલી બસમાં મુસાફરો ફસાઈ ગયા હતા જેઓએ બચવા માટે કરેલી મથામણમાં કેટલાક મુસાફરો સળગતી બસમાંથી બહાર નીકળવામાં સફળ તો રહ્યા પરંતુ તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

સ્થળ ઉપર પહોંચેલી પોલીસે દાઝી ગયેલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.આ ભયાનક અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર સહિત 17 લોકોના આગમાં જીવતા બળીને મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કહ્યું કે મૃતકોનો સત્તાવાર આંકડો હજુ જાણી શકાયો નથી.ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકા હદ વિસ્તારમાં આવેલા ગોરલાથુ ક્રોસ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 ઉપર કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ રહ્યો હતો.

દરમિયાન બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ અને સળગી ગયેલી બસને માર્ગ વચ્ચેથી હટાવ્યા બાદ ધીમે ધીમે વાહનવ્યવહાર પુનઃચાલુ કરવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading
Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 4 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 6 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 8 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 8 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 14 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 17 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!