
Gujarat security: જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ વિસ્તારના( એપ્રિલ 22, 2025) અનંતનાગ જિલ્લામાં બૈસરન ખીણમાં થયેલા હુમલાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. 30 જેટલા પ્રવાસીઓને 6 આતંકીઓએ ગોળીઓથી વિધી નાખ્યા છે. ઘટનાસ્થળે ભારે કોલાહાલ મચી ગયો હતો. મોટા ભાગે આ હુમલામાં પુરુષને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કોઈ પુત્ર તો કોઈએ પતિ ગુમાવ્યા છે. ઘટનાસ્થળે મહિલાઓનું રોકકળ સૌ કોઈને હચમચાવી દીધું છે. આ 30 મૃતકો પૈકી 3 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સુરત અને બે ભાવનગરના છે. જેથી પરિવારોમાં ભારે આક્રંદ છે. હુમલાખોર આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
આ ઘટના બાદ દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાત પણ આ ઘટનાને લઈ સતર્ક બન્યું છે. કોઈ અનઈચ્છનીય બનાવ ન મને તે માટે મંદિરની સુરક્ષામાં વધારો કરી દીધો છે. અમદાવાદ, દ્વારકા, અંબાજી, પાવગઢ, સોમનાથને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સોમનાથ અને દ્વારકા દરિયાકિનારે આવેલા હોવાથી ત્યાં હાઇ એલર્ટ આપી દેવાયું છે. રેલવે સ્ટેશનો અને એરપોર્ટ ક્ષેત્રોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
ગુજરાતમાં હવે શંકાસ્પદ લોકો પર સુરક્ષાકર્મીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની સરહદને સ્પર્શે છે. બનાસકાંઠા ગુજરાતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલો છે અને તેની પશ્ચિમી સરહદ પાકિસ્તાનના સિંધ પ્રાંત સાથે જોડાયેલી છે. જેથી અહીં ચાંપતો બંદોબસ્ત કરાયો છે. બીજી બાજુ આજ જીલ્લામાં લોકોની આસ્થાનું કેન્દ્ર અંબાજીનું મંદિર આવેલું છે. અંબાજી મંદિરે એસઓજીની ટીમ અને સ્નાઇપરને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.
બીજી પહેલગામમાં થયેલા હુમલામાં સીધી રીતે સુરક્ષાકર્મીઓની ચૂક છે. આ ઘટનામાં ગૃહમંત્રી અમિત શાહના સુરક્ષાકર્મીઓએ બેદરકારી દાખવી છે. કારણ કે અહીં સુરક્ષા કરવાની સીધી જવાબદારી કેન્દ્ર સરકારને છે.
આ પણ વાંચોઃ
Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ
Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!
Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?
Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન
Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!