A320 Aircraft ELAC: ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવાને અસર,સામે આવ્યું આ કારણ, જાણો સમગ્ર મામલો

  • India
  • November 29, 2025
  • 0 Comments

A320 Aircraft ELAC:એરબસ વિમાનમાં સોફ્ટવેર સંબંધિત ફેરફારોના અહેવાલો વચ્ચે, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ દેશભરમાં ફ્લાઇટ વિલંબની જાહેરાત કરી છે.

કંપનીઓએ કહ્યું છે કે કેટલીક ફ્લાઇટ્સ રદ થઈ શકે છે.બંને કંપનીઓએ મુસાફરોને અપડેટ્સ પ્રાપ્ત કર્યા પછી મુસાફરી કરવા વિનંતી કરી છે પરિણામે હવાઈ સેવાને મોટાપાયે અસર થવાની શક્યતા છે.

દુનિયાભરમાં સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ A320ના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જોખમને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

એરબસ A320 શ્રેણીના આશરે 250 વિમાનોમાં સોફ્ટવેર-સંબંધિત ફેરફારોની જરૂર હોવાનું જાણવા મળ્યા બાદ ભારતમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ્સ પ્રભાવિત થવાની શકયતા છે. બંને એરલાઇન્સ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે જરૂરી ફેરફારોને કારણે ફ્લાઇટમાં વિલંબ અથવા રદ થઈ શકે છે.

ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના 350થી વધુ A320 ફેમિલી વિમાનો આ પ્રક્રિયાનો ભાગ બનશે.ઈન્ડિગોના કાફલામાં 350થી વધુ A320 વિમાનો છે, જેમાંથી લગભગ 250ને અપગ્રેડની જરૂર છે. તેવી જ રીતે, એર ઈન્ડિયાના 120-125 A320 વિમાનોમાંથી 100થી વધુ વિમાનો પ્રભાવિત થશે.આ અપગ્રેડમાં બેથી ત્રણ દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે.આને કારણે સપ્તાહના અંતે અને સોમવાર સુધી ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની કે રદ થવાની આશંકા છે.

તમને જણાવી દઈએ કે ભારતીય એરલાઇન્સ પાસે લગભગ 200-250 A320 ક્લાસ એરબસ વિમાનો છે. આ વિમાનોમાં સમસ્યાને ઠીક કરવા માટે સોફ્ટવેરમાં ફેરફાર જરૂરી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, ‘સંબંધિત વિમાનમાં સોફ્ટવેરમાં ફેરફારને કારણે, વિમાનનું સંચાલન થોડા સમય માટે બંધ કરવું પડશે.’વિમાની કંપનીઓએ આનાથી થનારી અસુવિધા બદલ મુસાફરો અને ગ્રાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે “સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

તમને જણાવી દઈએ કે ઇન્ડિગો, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ભારતમાં A320 ક્લાસ વિમાનોનું સંચાલન કરે છે. સ્થાનિક એરલાઇન્સ ભારતમાં લગભગ 560 વિમાનોનો ઉપયોગ કરી રહી છે. જે વિમાનોમાં ફેરફાર કરવાના છે તેમાં A320 CEO અને Neo ઉપરાંત A321 CEO અને Neoનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 

Another teacher dies in SIR campaign: SIR કામગીરીનો વિવાદ:મહેસાણામાં BLOનું હાર્ટ-એટેકથી મોત,10 દિ’માં પાંચ શિક્ષકના મોતથી ગમગીની

X war between BJP Congress: ભાજપના એકાઉન્ટ પણ વિદેશથી હેન્ડલ થાય છે! શુ ભાજપ કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નથી ?કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

Bharat Mala Project:ભારતમાલા પ્રોજેક્ટમાં ₹500 કરોડનો ભષ્ટ્રાચાર!નવો નક્કોર હાઇવે 4 મહિનામાં તૂટી ગયો! ‘હવે નવો રોડ બનશે!’ બોલો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!
  • January 31, 2026

Maharashtra News: સ્વર્ગસ્થ NCP નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આ સાથેજ તેઓ રાજ્યના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બન્યા છે,ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • February 1, 2026
  • 9 views
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં  નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ!  એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

  • January 31, 2026
  • 3 views
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

  • January 31, 2026
  • 7 views
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

  • January 31, 2026
  • 7 views
GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!

Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ

  • January 31, 2026
  • 3 views
Narendramodi: ગંગા નદી પાપીઓના પાપ ધોતા ધોતા મેલી થઈ ગઈ! ₹ 25000 કરોડ કોણ ખાઈ ગયું? જુઓ વિશેષ અહેવાલ

Donald Trump: શું ટ્રમ્પ ચીનને ‘મહાન’ બનાવવામાં વ્યસ્ત છે? દુનિયાના મુખ્ય દેશો ચીન તરફ વળ્યા! જગત જમાદારની બુદ્ધિ ‘બહેર’ મારી ગઈ છે!

  • January 31, 2026
  • 4 views
Donald Trump: શું ટ્રમ્પ ચીનને ‘મહાન’ બનાવવામાં વ્યસ્ત છે? દુનિયાના મુખ્ય દેશો ચીન તરફ વળ્યા! જગત જમાદારની બુદ્ધિ ‘બહેર’ મારી ગઈ છે!