જંગલમાં પાર્ક કરેલી કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયાની મળી બ્લેકમની

  • Gujarat
  • December 20, 2024
  • 0 Comments

આવકવેરા વિભાગને ભોપાલના મેંડોરીના જંગલમાં ગુરુવાર મોડી રાત્રે એક કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે જેમાંથી આ ખજાનો જપ્ત થયો છે તે ઇનોવા કાર પર RTO લખેલું હતું અને આ કાર ચેતન નામના વ્યક્તિના નામ પર રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત 40 કરોડ 47 લાખ આંકવામાં આવી છે. જોકે આ સોનું અને રોકડ કોનું છે તે અંગેનો ખ્યાલ આવ્યો નથી. મળી રહેલી માહિતી અનુસાર, હજું સુધી પોલીસ આ વ્યક્તિનું નામ શોધી શકી નથી.

આવકવેરા વિભાગે છેલ્લા બે દિવસમાં મધ્યપ્રદેશ અને ઇંદોરમાં રિયલ એસ્ટેટ વેપારીઓના 51 સ્થાનો પર દરોડા પાડ્યા છે. હવે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સોનું અને રોકડનો કનેકશન બિલ્ડર વેપારીઓ અને RTOના પૂર્વ કોન્સ્ટેબલના અહીં ચાલી રહેલી કાર્યવાહી સાથે તો નથી?

ગુપ્ત સૂત્રોમાંથી માહિતી મળી હતી આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે જંગલમાં એક કારમાં ભારે રોકડ છે, જેને ક્યાંક લઈ જવામાં આવી રહી છે. ત્યારબાદ ટીમ ગુરુવારની મોડી રાત્રે લગભગ બે વાગ્યે મેંડોરી પહોંચી હતી. ઇનોવા કારની પાસે 30 કારો સાથે100 પોલીસકર્મીઓ પહોંચી ગયા હતા. શક્ય છે કે પોલીસને પણ તેની માહિતી મળી હશે. જેવી જ આવકવેરા વિભાગે કારની તપાસ લીધી, કારમાં મોટી માત્રામાં રોકડ અને સોનું મળ્યું હતું.

આ સોનું અને રોકડથી કોઈનો સીધો કનેક્શન સામે આવ્યું નથી પરંતુ માની લેવામાં આવી રહ્યું છે કે કાર કોઈ RTO અધિકારી સાથે જોડાયેલી હશે, જેને દરોડાની શંકાને કારણે જંગલમાં છુપાવીને ઊભી કરવામાં આવી હતી. ચેતનના નામ પર આ કાર રજિસ્ટર્ડ છે તે ગ્વાલિયરના રહેવાસી છે અને RTOના પૂર્વ કોન્સ્ટેબલ સૂરભ શર્માના મિત્ર ગણાય છે.

સૂરભ શર્માના ઘરેથી 1.15 કરોડ રૂપિયા જપ્ત ત્યારે 19 ડિસેમ્બરની સવારમાં RTOના પૂર્વ કોન્સ્ટેબલ સૂરભ શર્માના ભોપાલની અરેરા કોલોની સ્થિત ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તેમના ઘરેથી 1.15 કરોડ રૂપિયા રોકડ, અડધું કિલો સોનું, હીરા અને સોનાના આશરે 50 લાખ રૂપિયાનાં દાગીના, ચાંદીની ઈંટો સહિત પ્રોપર્ટીનાં અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. આ ઉપરાંત શર્માના ઓફિસથી 1.70 કરોડ રૂપિયા રોકડ સહિત પ્રોપર્ટીના દસ્તાવેજો મળ્યા હતા. આ મામલામાં પૂર્વ મુખ્ય સચિવ સિવાય મુખ્ય સચિવ સ્તરના કેટલાક અધિકારીઓના સામેલ હોવાની આશંકા છે. આવકવેરા વિભાગની ટીમ હજી વધુ મોટા ખુલાસા કરવા જઈ રહી છે.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!