
રાજકોટના વિંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થઇ છે. થોરિયાળીના ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સો દ્વારા હુમલો કર્યો હતો. તેમનું સારવાર દરમિયાન થયુ છે.
ગઇકાલે સાંજે રાજકોટના વીંછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સે એક સાથે કુહાડી અને ધોકાથી હુમલો કરી ગંભીર રીતે માર માર્યો હતો. યુવક આઇશરને રીપેર કરાવી આવી રહ્યો હતો ત્યારે આ શખ્સો અચાનક દોડી આવ્યા હતા અને ઘાતકી હુમલો કર્યો હતો જેમાં યુવકને પહેલાં વીંછીયા અને બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતુ.
જો કે આરોપીઓ કોણ કોણ હતા તે હજુ સુધી બહાર આવ્યું નથી. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પરિવારજનોનું કહેવું છે કે યુવકે ગેરકાયદે થયેલા દબાણોને દૂર કરવા માટે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી.. જેની રીસ રાખી આ હુમલો કરાયો છે.