
- સમૂલગ્નના આયોજકો જ થયા ફરાર
- વર-કન્યાના પરિવારોમાં થયો હોબાળો
- વર-કન્યા રઝડ્યા, અંતે પોલીસે કરાવ્યા લગ્ન
- સમૂહલગ્નમાં આયોજકોએ પડાવ્યા હતા રુપિયા
Rajkot Marriage News: આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કોઈ રુપિયાનું ફૂલેકું ફેરવીને જતાં રહેતાં હોય છે. કાંતો દેવું થઈ જાય તો ભાગી જતાં લોકોની વાતો સાંભળી છે. પણ રાજકોટમાં તો સમૂલલગ્નનું આયોજન કરી આયોજકો જ ફરાર થઈ ગયા છે. આયોજકો ફરાર થઈ જતાં સમૂહ લગ્નસ્થળે ઉહાપોહ મચી ગયો હતો. વધારે બાબલ થતાં પોલીસને બોલાવી પડી હતી અને પોલીસે સમૂહલગ્નની જવાબદારી ઉપાડવી પડી હતી.
રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ફરાર થઈ જતાં અને લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા જ ન હતી. પરણવા આવેલાં વરવધૂ અને તેમનાં પરિવારજનોમાં ઉહાપોહ થઈ ગયો હતો. રાજકોટ સહિત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન લઈને જાનૈયાઓ પહોંચી ગયા હતા. જોકે કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી અંતે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસે માનવતાવાદી વલણ અપનાવી સમૂહ લગ્ન કરાવ્યા હતા. રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફે નવદંપત્તીને આશીર્વાદ આપતા લોકોએ તાળીઓ પાડી રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. સાથે જ સામાજિક સંસ્થાઓએ પણ મદદ કરી છે.
સમૂહલગ્ન માટે આયોજકો લીધા હતા આટલા રુપિયા
પ્રાપ્ત વિગત મુજબ બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઊઘરાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો લગ્નસ્થળે પહોંચી ગયા હતા. ત્યા આયોકો ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આયોજક ચંદ્રેશ છત્રોલાએ તબિયત સારી હોવાનું જાણાવા મળી રહ્યું છે. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલમાં જ રજા આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે પોલીસે માનતાવાદી ઉદાહરણ પૂરુ તો પાડ્યું જ છે, પરંતુ હવે આયોજકો સામે પણ કાર્યવાહી હાથ ધરવાની શરુ કરી છે. પોલીસ જવાબદારી સંભાળી છતાં આ સમૂહલગ્નમાં પરિવારોને આયોજકોએ બેદરકારી દાખવતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચોઃ Telangana: સુરંગનો એક ભાગ તૂટી પડ્યો, 7 કામદારો ફસાયા, શા માટે બનાઈ રહી છે સુરંગ?
આ પણ વાંચોઃ Rajasthan: મજાક કે હેવાનિયત, મિત્રએ જ મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દેતાં આંતરડા ફાટ્યા, ક્યા બની ઘટના?
આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો