RAJKOT: તમે ફૂલેકાબાજોને જોયા હશે પણ આવા નહીં, સમૂહલગ્નનું આયોજન કરી ભાગી ગયા, પોલીસે લીધી જવાબદારી

  • Gujarat
  • February 22, 2025
  • 0 Comments
  •  સમૂલગ્નના આયોજકો જ થયા ફરાર
  •  વર-કન્યાના પરિવારોમાં થયો હોબાળો
  • વર-કન્યા રઝડ્યા, અંતે પોલીસે કરાવ્યા લગ્ન
  • સમૂહલગ્નમાં આયોજકોએ પડાવ્યા હતા રુપિયા

Rajkot Marriage News: આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે કોઈ રુપિયાનું ફૂલેકું ફેરવીને જતાં રહેતાં હોય છે. કાંતો દેવું થઈ જાય તો ભાગી જતાં લોકોની વાતો સાંભળી છે. પણ રાજકોટમાં તો સમૂલલગ્નનું આયોજન કરી આયોજકો જ ફરાર થઈ ગયા છે. આયોજકો ફરાર થઈ જતાં સમૂહ લગ્નસ્થળે ઉહાપોહ મચી ગયો હતો. વધારે બાબલ થતાં પોલીસને બોલાવી પડી હતી અને પોલીસે સમૂહલગ્નની જવાબદારી ઉપાડવી પડી હતી.

રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ફરાર થઈ જતાં અને લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા જ ન હતી. પરણવા આવેલાં વરવધૂ અને તેમનાં પરિવારજનોમાં ઉહાપોહ થઈ ગયો હતો. રાજકોટ સહિત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન લઈને જાનૈયાઓ પહોંચી ગયા હતા. જોકે કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી  અંતે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે માનવતાવાદી વલણ અપનાવી સમૂહ લગ્ન કરાવ્યા હતા. રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફે નવદંપત્તીને આશીર્વાદ આપતા લોકોએ તાળીઓ પાડી રાજકોટ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. સાથે જ સામાજિક સંસ્થાઓએ પણ મદદ કરી છે.

સમૂહલગ્ન માટે આયોજકો લીધા હતા આટલા રુપિયા

પ્રાપ્ત વિગત મુજબ બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઊઘરાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો લગ્નસ્થળે પહોંચી ગયા હતા. ત્યા આયોકો ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આયોજક ચંદ્રેશ છત્રોલાએ તબિયત સારી હોવાનું જાણાવા મળી રહ્યું છે. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલમાં જ રજા આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે પોલીસે માનતાવાદી ઉદાહરણ પૂરુ તો પાડ્યું જ છે, પરંતુ હવે આયોજકો સામે પણ કાર્યવાહી હાથ ધરવાની શરુ કરી છે. પોલીસ જવાબદારી સંભાળી છતાં આ સમૂહલગ્નમાં પરિવારોને આયોજકોએ બેદરકારી દાખવતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચોઃ Telangana: સુરંગનો એક ભાગ તૂટી પડ્યો, 7 કામદારો ફસાયા, શા માટે બનાઈ રહી છે સુરંગ?

આ પણ વાંચોઃ Rajasthan: મજાક કે હેવાનિયત, મિત્રએ જ મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દેતાં આંતરડા ફાટ્યા, ક્યા બની ઘટના?

આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો

Related Posts

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 2 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 2 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 5 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 9 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક