Praful Pansheriya: TET-TAT ઉમેદવારોના હલ્લાબોલ બાદ શિક્ષણમંત્રી પાનસેરિયાએ મૌન તોડ્યું, 24,700 શિક્ષકોની…

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments
  • ગાંધીનગરમાં ઉમેદવારોએ મચાવ્યો હંગામો
  • ઉમેદવારોને ગોળગોળ ફેરવતી સરકારનો રોષ પર ઠંઠો પાડનો પ્રયાસ
  • શિક્ષણમંત્રીએ કહ્યું ભરતી કરાશે, ક્યારે ખબર નહીં?

Education Minister Praful Pansheriya: ગાંધીનગરમાં આજે(24 ફેબ્રુઆરીએ) TET-TAT પાસ ઉમેદવારોએ હંગામો મચાવ્યો છે. છેલ્લા બે વર્ષથી ઉમેદવારની આગળ સરકારે આશાનું ગાજર લટકાવતાં રોષે ભરાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સૂત્રોચ્ચાર સાથે સરકારને બાનમાં લીધી છે. સૂત્રોચ્ચાર દરમિયાન ઉમેદવારો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતુ. પોલીસ 200થી વધુ ઉમેદવારોને ટીંગાટોળી કરી લઈ ગઈ છે. હાલ TET-TAT ઉમેદવારની ચાલતી ધીમી ભરતી પ્રક્રિયાને લઈ  ગાંધીનગરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે શિક્ષણમંત્રીએ ભરતી પ્રક્રિયાને નિર્ણય લેવો પડ્યો છે.

ભરતી પ્રક્રિયાને લઈ શિક્ષમંત્રીએ બહાનું કાઢ્યું

શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષકોની ભરતીની બાંહેધરી આપતાં કહ્યું રાજ્ય સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે. આચાર સંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં મોડું થયું છે. સરકાર દ્વારા ભરતી અંગે જે સત્તાવાર જાહેરાત કરી છે તે ખાલી જગ્યાઓ પર ચોક્કસ ભરતી કરવામાં આવશે. જો કે આ ભરતી ક્યારે કરાશે તેનો કોઈ ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી.

શિક્ષણ મંત્રી બાંહેધરી આપી ફરી ન જાય જો…જો!

ઉલ્લેખનીય છે કે તારીખ 16/01/2025 ના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જાહેર મંચ પરથી શિક્ષણ મંત્રીએ નિવેદન હતું કે, “24,700 ની અન્ય માધ્યમ સહિત ધો.1 થી 12ની તમામ ભરતી પ્રક્રિયા એક મહિનામાં પારદર્શકતાથી પૂર્ણ કરી તમામને નિમણુકપત્રો એનાયત કરીશું.” આ નિવેદનને આજે 40 દિવસથી વધુનો સમય વિતી ગયો છે. ત્યારે વિરોધ થતાં નિર્ણય લીધો છે. જેથી હવે ભરતીની બાંહેધરી તો આપી છે પણ પછી પણ ઢીલાશ નહીં કરે તેની કોઈ ખાતરી આપી નથી. જો કે હાલ ઉમેદવારોને રોષ પર ઠંડુ પાણી રેડી દેવાનો પ્રાયસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે શિક્ષણમંત્રીની જાહેરાત બાદ ઉમેદવારો દેખાવ બંધ કરશે કે નહીં?

 

આ પણ વાંચોઃ TET-TAT પાસ ઉમેદવારો ગાંધીનગરના રસ્તાઓ પર ઉતર્યા, શું છે પડતર માંગણીઓ, વાંચો

આ પણ વાંચોઃ  Surat: હજીરાની AM/NS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકાર્યો, જાણો સૌથી મોટું કારણ

આ પણ વાંચોઃ Peanut Scam Gujarat: કોંગ્રેસે નહીં ખુદ ભાજપ નેતાએ જ મગફળી ખરીદી કૌભાંડનો કર્યો પર્દાફાશ, કેમ MLAને મળી માનહાનિ કેસની ધમકી?

આ પણ વાંચોઃ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2025: ભોપાલ પહોંચ્યા ગૌતમ અદાણી; CM મોહન યાદવે કર્યું સ્વાગત

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી