Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકાતા સહિત અનેક શહેરો ધણધણ્યા

  • India
  • February 25, 2025
  • 0 Comments

Kolkata Earthquake: આજે મંગળવારે (25 ફેબ્રુઆરી) સવારે પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બંગાળની ખાડીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે ભૂકંપ સવારે 6:10 વાગ્યે આવ્યો હતો.

ભૂકંપના અચકા અનુભવાતા લોકો ભયભીત થયા હતા અને પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, હજુ સુધી આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. માહિતી અનુસાર, કોલકાતા ઉપરાંત પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, 25 ફેબ્રુઆરીએ સવારે 6.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં 91 કિમીની ઊંડાઈએ હતું.

કોલકાતા ભૂકંપ ઝોન-3 માં આવે છે

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાને સિસ્મિક ઝોન-3 માં મૂકવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે શહેરમાં ભૂકંપનું મધ્યમ જોખમ છે. જોકે તે ઉત્તરપૂર્વ ભારત, હિમાલય કે ગુજરાત જેવા સ્થળો જેટલું મોટા ભૂકંપ માટે સંવેદનશીલ નથી, તેમ છતાં આ શહેર સમયાંતરે ધ્રુજારી અનુભવે છે. સામાન્ય રીતે, ભૂકંપનું કેન્દ્રબિંદુ કોલકાતામાં સીધું ત્રાટકવાને બદલે, બંગાળની ખાડી, નેપાળ અથવા ઉત્તર-પૂર્વ ભારતમાં હોય છે.

રવિવારે હિમાચલના મંડીમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો

રવિવારે સવારે 8.42 વાગ્યે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મંડીના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. NCS અનુસાર, આ ભૂકંપની તીવ્રતા 3.7 હતી અને તેનું કેન્દ્ર મંડી વિસ્તારમાં 31.48 ડિગ્રી અક્ષાંશ અને 76.95 ડિગ્રી રેખાંશ પર સ્થિત હતું.

આ પણ વાંચોઃ તેલંગાણામાં SLBC સુરંગ બચાવ અભિયાન યથાવત; નથી મળી રહ્યા 8 લોકો

આ પણ વાંચોઃ TET-TAT પાસ ઉમેદવારો ગાંધીનગરના રસ્તાઓ પર ઉતર્યા, શું છે પડતર માંગણીઓ, વાંચો

આ પણ વાંચોઃ Peanut Scam Gujarat: કોંગ્રેસે નહીં ખુદ ભાજપ નેતાએ જ મગફળી ખરીદી કૌભાંડનો કર્યો પર્દાફાશ, કેમ MLAને મળી માનહાનિ કેસની ધમકી?

Related Posts

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’
  • September 17, 2026

Congress UPI MDR: ભારતમાં UPI પેમેન્ટના નવા ચાર્જિંગ નિયમને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે અમેરિકી દબાણ હેઠળ UPI વ્યવસ્થામાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ…

Continue reading
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ
  • September 17, 2026

Modi Birthday Programs: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાઈ રહ્યો છે. આ વર્ષની ઉજવણીને તેમના જાહેર જીવનના 25 વર્ષ સાથે પણ જોડવામાં આવી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 2 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 8 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 12 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 6 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ