‘ભારતને બચાવવા બદલ ગોડસે પર ગર્વ છે’ લખનારી મહિલાને મોટું પદ મળતાં બબાલ

  • India
  • February 27, 2025
  • 0 Comments

ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રશંસા કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવા બદલ મહિલા પ્રોફેસરને જેલ થઈ હતી. હાલ તે મહિલા જામીન પર જેલ બહાર છે. જો કે આજ મહિલાને આયોજન અને વિકાસ વિભાગમાં ડીન તરીકે નિયક્ત કરતાં ભારે વિરોધનો શૂર ઉઠ્યો છે. આ શૈજા અંદાવન નામના મહિલા કેરળના કાલિકટ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT)ની પ્રોફેસર છે.

સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર નિયુક્તિની પસંદગીમાં વરિષ્ઠતાના માપદંડોને અવગણવામાં આવ્યા છે. મતલબ લાગવગથી તેમની નિમણૂક કરાઈ છે. વરિષ્ઠતાને ધ્યાને લેવાઈ નથી.

NITના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સિનિયર ફેકલ્ટી સભ્ય શૈજા અંદવને 30 જાન્યુઆરી, 2024ના રોજ શહીદ દિવસ નિમિત્તે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતુ કે ‘ભારતને બચાવવા બદલ ગોડસે પર ગર્વ છે.’

આ પછી, સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI), ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (DYFI), યુથ કોંગ્રેસ અને મુસ્લિમ સ્ટુડન્ટ્સ ફેડરેશન (MSF) સહિત વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેમની વિરુદ્ધ અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

ગયા વર્ષે ગોડશેની પ્રશંસા કરી હતી

ઉલ્લેખનયી છે કે ગયા વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ કુન્નામંગલમ કોર્ટે શૈજા અંદવનને જામીન આપ્યા તે પહેલાં તેમની તેમના નિવાસસ્થાન અને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. જોકે વિવાદ પછી તેણે આ ટિપ્પણી ડિલીટ કરી દીધી હતી, પરંતુ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા.

મહિલા પ્રોફેસરે પછી શું આપ્યો હતો જવાબ

ગોડસેની ખોટી પ્રશંસા કરીને ફસાયેલા મહિલા પ્રોફેસર શૈજાએ પત્રકારોને કહ્યું હતું કે, ‘મારી ટિપ્પણી ગાંધીજીની હત્યારાના વખાણ કરવા માટે નહોતી.’ હું ક્યારેય આ કરવા માંગતો ન હતી. મેં ગોડસેનું પુસ્તક ‘વાય આઈ કિલ્ડ ગાંધી’ વાંચ્યું હતું. ગોડસે પણ સ્વતંત્રતા સેનાની હતા.

 ગોડેસનું પુસ્તક વાચ્યા બાદ લખ્યું હતુ

તેમણે આગળ કહ્યું, ‘ગોડસેના પુસ્તકમાં ઘણી બધી માહિતી અને ખુલાસાઓ છે જેના વિશે સામાન્ય વ્યક્તિ જાણતો નથી.’ મેં ગોડસેના પુસ્તકની પૃષ્ઠભૂમિમાં વકીલની ફેસબુક પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. જ્યારે મને ખ્યાલ આવ્યો કે લોકો મારી ટિપ્પણીને તોડી-મરોડીને રજૂ કરવા લાગ્યા છે, ત્યારે મેં તે ટિપ્પણી ડિલીટ કરી દીધી હતી.

 

 

 

આ પણ વાંચોઃ Rahul Gandhi: સાવરકરના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ બચવા કરી માગ? સાવરકરના પૌત્રએ કર્યો વિરોધ, ગુજરાત કેસનો કર્યો ઉલ્લેખ

આ પણ વાંચોઃ Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે

આ પણ વાંચોઃ જામીન પર છૂટેલા શખ્સે બસ કંડક્ટરની ઓળખ આપી, પછી બસમાં જ મહિલા પર બળાત્કાર ગુજાર્યો, લોકો શું કરતા હતા? |Pune Rape Case

 

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 7 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 10 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 26 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 36 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 21 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 43 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ