
Surat Fire 2025: સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીથી લાગેલી આગ 27 ફેબ્રુાઆરી બપોર સુધી કાબૂમાં લેવામાં આવી હતી. બે દિવસથી વધુ સમય સુધી લાગતી રહેલી આગમાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ આગ પર કાબુ લેવા માટે 40થી વધુ ફાયર ફાઇટર્સે 40 લાખ લિટર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ત્યારે બનેલી આ આગની ઘટનામાં 800થી વધુ દુકાન બળીને રાખ થઈ ગઈ છે. જેને લઈને વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. સારા સપનાઓ સાથે જોડાયેલી 800થી વધુ દુકાનો ખાખ થતા આવા ઘણા સપનાઓ પણ ખાખ થઈ ગયા હતા.
25મીએ એકનો આગે જીવ લીધો હતો
ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરીએ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. જો કે ત્યાર બાદ સવારે 26 ફેબ્રુઆરીએ અહીં ફરીવાર આગ લાગી અને આખ માર્કેટને ઝપેટમાં લી લીધું. બીજીવાર લાગેલી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. જોકે સાચી હકકીત યોગ્ય તપાસ બાદ આવશે.
જોકે આ આગની ઘટનાથી વેપારીઓને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે. કાપડ, સાડીઓ સહિતના વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. વેપારીઓએ રોકણ કરી ખરીદેલો માલસામન, રોકડ સહિત દુકાનો, ફર્નિચર બળીને રાખ થયા છે. જેથી હવે વેપારીઓને સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે. સાથે બેજવાબદાર તંત્ર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. કારણ કે સરકાર ફાયર સેફ્ટીમાં કરોડો રુપિયા ખર્ચે છે તો પછી આગ કાબૂમાં લેવામાં આટલીવાર કેમ લાગી? શું સેફ્ટીના સાધનો ઓછા પડ્યા, ઓછા હોય તો જવબાદાર તંત્ર શું કરે છે?
રોકડા 20 લાખ રુપિયા બળી ગયા
આ માર્કેટમાં એક વ્યક્તિના રોકડા 20 લાખ બળીને રાખ થઈ ગયા છે. તેણે કહ્યું કે આ રુપિયા મારા ન હતા. જુદી જુદી પાર્ટીઓના હતા. વેપારીએ મેયર પાસે આવી આજીજી કરી હતી કે, સાહેબ કંઈપણ કરો મને અંદર જવા દો મારી દુકાનમાં રોકડા રૂ. 20 કરોડ છે. જો કે આગને લીધે તેને અંદર જવા દીધો ન હતો.
આ પણ વાંચોઃ Ambaji: અંબાજીમાં રોપ વે 6 દિવસ બંધ, પગથિયા ચઢીને જવું પડશે
આ પણ વાંચોઃ Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?
આ પણ વાંચોઃ Chhaava Film: મહાશિવરાત્રીના દિવસે ‘છાવા’ છવાઈ, પુષ્પા 2 નો તોડ્યો રેકોર્ડ, લક્ષ્ય 500 કરોડ